ડૉક્ટરના ઘરે મેડની નોકરી, મંદબુદ્ધિ દીકરા સાથે કર્યા નકલી લગ્ન, 200 કરોડની...
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ખૂબ જ ચાલાક ગેંગ સામે આવી છે. આ ગેંગે એક ડૉક્ટર દંપતીને ત્યાં એક નોકરાણી મોકલી. ત્યારબાદ ડૉક્ટરના મંદબુદ્ધિ દીકરા સાથે નકલી લગ્ન કરીને તસવીરો ખેચાવી લીધી અને પછી 200 કરોડની સંપત્તિ પચાવી પાડવાનો આખો પ્લાન બનાવી લીધો. મુરાદનગર પોલીસ સ્ટેશનની પોલીસે આ ગેંગના માસ્ટરમાઇન્ડને પકડ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ ગેંગે પહેલા ડૉક્ટર દંપતીની વૃદ્ધ માતાના ઘરે એક નોકરાણીને કામ માટે રાખી. પછી એ નોકરાણીના લગ્ન વૃદ્ધ મહિલા ડૉક્ટરના મંદબુદ્ધિ દીકરા સાથે કરાવવાનું ષડયંત્ર રચ્યું.
ગેંગે વૃદ્ધ મહિલાના મોત બાદ તેના સંબંધીઓને જણાવ્યું કે, ડૉક્ટર દંપતીના મદબુદ્ધિ દીકરાના લગ્ન નોકરાણી સાથે થઈ ગયા છે. તેની સાથે જ મૃતિકાની કરોડોની સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. આ ગેંગે મૃતક મહિલાની દીકરીને પણ ધમકી આપી. ત્યારબાદ મૃતક મહિલાની ડૉક્ટર દીકરીએ આ ઘટનાની ફરિયાદ પોલીસને કરી. પોલીસે તપાસ કરી તો આખી ઘટના સામે આવી ગઈ. તપાસમાં ખબર પડી કે નોકરાણીના પહેલાથી આ પ્રકારે 3 લગ્ન થઈ ચૂક્યા છે અને 3 વખત છૂટાછેડા પણ થઈ ગયા. પોલીસે માસ્ટરમાઈન્ડ અને ગેંગસ્ટરની ધરપકડ કરી લીધી છે.
તો પોલીસ ગેંગની મહિલા સભ્યોની ધરપકડના પ્રયાસ કરી રહી છે. વૃદ્ધ મહિલાની દીકરી ડૉ. આકાંક્ષા સિંહે મુરાદનગર પોલીસ સ્ટેશનમાં મકાન પર કબજો કરવા, ગાળાગાળી કરીને અભદ્રતા કરવા સાથે જ પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. કેસ નોંધાયા બાદ પોલીસ તપાસ શરૂ કરી અને 3 મહિલાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી. પોલીસ તપાસમાં ખબર પડી કે, આરોપીઓએ લોકોની સંપત્તિ પર કબજો કરવા માટે ગેંગ બનાવી રાખી છે. આ ગેંગે ફરિયાદકર્તા આકાંક્ષા સિંહની માતા ડૉ. સુધા સિંહની સંપત્તિ પર પણ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ડૉ. સુધા સિંહ મુરાદનગરના UIMT કૉલેજના પૂર્વ ચાન્સેલર હતા. સચિન નામના આરોપીએ ડૉ. સુધા સિંહ સાથે ઓળખ વધારી અને તેના ઘર પર આવવા-જવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ પ્રીતિ નામની મહિલાને ડૉ. સુધા સિંહના ઘર પર નોકરાણીનું કામ અપાવ્યું. ડૉ. સુધા સિંહનો દીકરો શિવમ સિંહ 50 ટકા મંદબુદ્ધિ છે. સચિને ડૉ. સુધાને બાનમાં લઈને શિવમના લગ્ન નોકરાણી પ્રીતિ સાથે કરાવવાની છેતરપિંડી કરી. તેની ખબર ડૉ. સુધાની દીકરી આકાંક્ષાને ન પડી. ત્યારબાદ ડૉ. સુધાનું નિધન થઈ ગયું. ત્યારબાદ આરોપીઓએ સુધા સિંહની કરોડોની સંપત્તિમાં હિસ્સાની માગ કરી અને મકાનમાં નોકરાણીનું કામ કરનારી મહિલા પ્રિતીએ તેના પર કબજો કરી કરવાનો પ્રયાસ કર્યો. ડૉ. સુધા સિંહની સંપત્તિ લગભગ 200 કરોડ બતાવવામાં આવી રહી છે.
આ કેસમાં આકાંક્ષા સિંહે કહ્યું કે, ષડયંત્ર હેઠળ આરોપીઓએ સંપત્તિ પચાવી પાડવા માટે ષડયંત્ર રચ્યું હતું. મને અને મારા પરિવારને આ ગેંગથી જોખમ છે. ગેંગની મહિલા સભ્ય નોકરાણી પ્રીતિ, તેની સાથી પરવેઝ અને નિલમે ઘર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. આ ત્રણેયની ધરપકડ પણ જલદી જ થવી જોઈએ. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે નોકરાણીનું કામ કરનારી મહિલા મૂળ સોનીપતની રહેવાસી છે. તેણે અગાઉ પણ 3 નકલી લગ્ન કર્યા હતા. આ મહિલા ગુનાહિત પ્રવૃત્તિની છે. આ કેસનો માસ્ટરમાઈન્ડ સચિન ચાલાક ગેંગસ્ટર છે.
તે મસૂરી પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. તેની વિરુદ્ધ ગાઝિયાબાદમાં છેતરપિંડી, ગેંગસ્ટર સહિત અડધો ડઝન કેસ છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગ આ પ્રકારે લોકોની સંપત્તિ પર કબજો કરવા અને પૈસા પડાવવાનું કામ કરે છે. DCP વિવેક ચંદ્ર યાદવે કહ્યું કે, ગેંગનો માસ્ટરમાઈન્ડ નૂરપુર માસૂરી ગાઝિયાબાદ ગામના રહેવાસી સચિનની ધરપકડ કરી લેવામાં આવી છે. તો ગેંગની મહિલા સભ્યો અને નકલી લગ્ન કરનારી નોકરાણી પ્રીતિની ધરપકડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp