એક કૂતરાનો આતંક, 80 લોકોને કરડ્યું, હોસ્પિટલમાં લાઈન લાગી

PC: hindi.oneindia.com

બિહારના અરાહ શહેરમાં એક કૂતરાએ એવો હંગામો મચાવ્યો કે તેણે એક સાથે 80થી વધુ લોકોને બચકા ભર્યા અને ઘાયલ કરી દીધા. જિલ્લાની સદર હોસ્પિટલમાં સારવાર કરવામાં તબીબોને પરસેવો છૂટી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે સાંજે એક હડકાયા કૂતરાને કારણે અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે શહેરમાં ખુલ્લેઆમ રખડતા હડકાયેલા કૂતરાએ 80થી વધુ લોકોને બચકા ભર્યા હતા. ત્યારે પાગલ કૂતરાના આતંકને કારણે શહેરની સદર હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ હતી.

પાગલ કૂતરાના કારણે ઘાયલ થયેલા લોકોમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે, કૂતરા કરડવાથી લોકો તાત્કાલિક સદર હોસ્પિટલની ઈમરજન્સીમાં પહોંચ્યા હતા અને તેમની સારવાર કરાવી હતી. કૂતરો કરડ્યા બાદ ઘાયલોને લઈને સદર હોસ્પિટલ પહોંચેલા લોકોના જણાવ્યા અનુસાર અચાનક હડકાયા કૂતરાએ કોઈને હાથ પર તો કોઈને પગ પર કરડ્યો હતો.

કૂતરા કરડવાથી 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જ્યાં સુધી લોકો કંઈક સમજી શકે ત્યાં સુધી તો કૂતરાએ ઘણા લોકોને પોતાનો શિકાર બનાવી લીધા હતા. સદર હોસ્પિટલમાં આવેલા ઘાયલોના પરિવારજનોના જણાવ્યા અનુસાર શિવગંજ, સિનેમા રોડ, ધરહરા, શહીદ ભવન અને કેજી રોડ સહિત વિવિધ સ્થળોએ અનેક લોકોને પાગલ કૂતરાં કરડ્યા હતા.

કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને તરત રજા આપવામાં આવી હતી, જ્યારે કેટલાક લોકોને હોસ્પિટલમાં રાખવા પડ્યા હતા. રસ્તામાં જે પણ મળ્યું તેને કૂતરાએ કરડ્યું હતું. ત્યારબાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે આખરે કૂતરા પર ઉતાર્યો હોવાનું બહાર આવ્યું હતું. લોકોએ જાતે કૂતરાને શોધીને તેને ખુબ માર મારીને મારી નાંખ્યો હતો. ત્યાર પછી  હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભોજપુર જિલ્લાના અરાહ વિસ્તારમાં પાગલ કૂતરાએ કોઈનો ચહેરો તો કોઈનો હાથ અને પગ કરડ્યો. કુતરાનો શિકાર બનેલા લોકો રાત્રે 9 વાગ્યા સુધીમાં સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ગયા હતા. ઈમરજન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ તમામ ઈજાગ્રસ્તોને રજા આપી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શિવગંજ, શીતલ ટોલા, મોતી ટોલા, સદર હોસ્પિટલ રોડ અને બસ સ્ટેન્ડ રોડ પરથી પસાર થતા મોટાભાગના લોકોને આ કૂતરાએ પોતાનું નિશાન બનાવ્યા હતા. તો બીજી બાજુ KG રોડ, જવાહર ટોલા, બાબુ બજાર, શીતલ ટોલા, ધરહરા, મહાદેવા, મોતી ટોલા, હોસ્પિટલ રોડના રહીશોને પણ નિશાન બનાવ્યા હતા. જે બાદ રાત્રે 9 વાગ્યાની આસપાસ બધા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા. જિલ્લા હોસ્પિટલ અરાહના ડૉક્ટર નવનીત કુમાર ચૌધરીએ જણાવ્યું કે, લગભગ 80 લોકો કૂતરા કરડવાના કેસમાં આવ્યા છે. દર્દીઓમાં 10-12 બાળકો છે. દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp