હોળી અગાઉ ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ,LPG, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો

PC: indianexpress.com

માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ છે. હવે ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. હોળી અગાઉ તેને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, 14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ છે. તો 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે, જ્યારે ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. વધેલી કિંમત આજથી જ લાગૂ થઈ ગઈ છે.

ક્યાં કેટલી કિંમત?

દિલ્હીમાં પહેલા LPG સિલિન્ડરની કિંમત 1053 હતી, તેના હવે 1103 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઇમાં પહેલા LPG સિલિન્ડરની કિંમત 1052.50 રૂપિયા હતી, જેના માટે હવે 1102.5 રૂપિયા ચૂકવવા પડશે. કોલકાતામાં પહેલા LPG સિલિન્ડર 1079 રૂપિયામાં મળતો હતો, જેના માટે હવે 1129 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં પહેલા LPG સિલિન્ડર 1068.50 રૂપિયામાં મળતો હતો, જેના માટે હવે 1118.5 રૂપિયા ચૂકવવા પડશે.

કોમર્શિયલ સિલિન્ડર માટે ક્યાં કેટલા ચૂકવવા પડશે?

દિલ્હીમાં પહેલા કોમર્શિયલ સિલિન્ડર 1769 રૂપિયામાં મળતો હતો. તેના  માટે હવે 2119.5 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઇમાં 1721 રૂપિયામાં મળતા કોમર્શિયલ ગેસ માટે હવે 2071.5 રૂપિયા, કોલકાતામાં 1870 રૂપિયામાં મળતા કોમર્શિયલ ગેસની કિંમત 2221.5 રૂપિયા, તો ચેન્નાઈમાં 1917માં મળતા કોમર્શિયલ ગેસની કિંમત 2268 રૂપિયા ચૂકવવા પડશે.

14.2 કિલોગ્રામવાળા LPG સિલિન્ડરની કિંમતમાં બદલાવ:

6 ઓક્ટોબર 2021: 899.50, 15 રૂપિયા વધ્યા.

22 માર્ચ 2022: 949.50, 50 રૂપિયા વધ્યા.

7 મે 2022: 999.50, 50 રૂપિયા વધ્યા.

19 મે 2022: 1003, 3.50 રૂપિયા વધ્યા.

6 જુલાઇ 2022: 1053, 50 રૂપિયા વધ્યા.

1 માર્ચ 2023: 1103, 50 રૂપિયા વધ્યા.

કોંગ્રેસે આ ભાવ વધારા પર ટ્વીટ કરતા કહ્યું કે, ‘જ્યારે LPG સિલિન્ડરની કિંમત 400 રૂપિયાથી ઓછી હતી, ત્યારે સ્મૃતિ ઈરાની રસ્તા પર બેસી ગયા હતા, આજે સિલિન્ડરની કિંમત 1100 રૂપિયાથી વધી ગઈ, શું આજે પણ રસ્તા પર ઉતરશે? કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા પર ટ્વીટ કરતા લખ્યું કે, ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધ્યા, કોમર્શિયલ ગેસ સિલિન્ડર 350 રૂપિયા વધ્યા, જનતા પૂછી રહી છે હવે કેવી રીતે બનશે હોળીના પકવાન, ક્યાં સુધી ચાલુ રહેશે આ લૂંટના ફરમાન? મોદી સરકારની લાગૂ કમરતોડ મોંઘવારી નીચે પિસાતો દરેક માણસ! #LPGPriceHike.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp