ડોમિનોઝને ઇન્ટરવ્યૂમાં મહિલાને ઉંમર પૂછાતા કંપનીએ ચૂકવવા પડ્યા 4 લાખ રૂપિયા
ડોમિનોઝને ઈન્ટરવ્યૂમાં મહિલાની ઉંમર પૂછવી ભારે પડી હતી. આ માટે કંપનીએ મહિલાને વળતર તરીકે 4,250 પાઉન્ડ (આશરે રૂ. 4 લાખ) ચૂકવવા પડ્યા હતા. બીબીસીના અહેવાલ મુજબ ઉત્તરી આયરલેન્ડમાં રહેતી જેનિસ વોલ્શ નામની મહિલાએ ડોમિનોઝમાં પિઝા ડિલિવરી ડ્રાઈવરની નોકરી માટે અરજી કરી હતી.
કાઉન્ટી ટાયરોનના સ્ટ્રેબેનમાં ડોમિનોઝ પિઝા ફ્રેન્ચાઇઝી માટે ઈન્ટરવ્યૂમાં જેનિસને તેની ઉંમર પૂછવામાં આવી હતી. જેનિસ વોલ્શના કહેવા પ્રમાણે, તેની ઉંમર અને મહિલા હોવાના કારણે તેને આ નોકરી માટે પસંદ કરવામાં આવી ન હતી.
જોબ માટે સિલેક્ટ ન થયા પછી, જેનિસે સ્ટોરને ફેસબુક મેસેજ મોકલી તેની સાથે થયેલા ભેદભાવ વિશે જણાવ્યું હતું. આ પછી ઇન્ટરવ્યૂ લેનારે તેને ફોન કરીને માફી માંગી. તેમને કહેવામાં આવ્યું કે તેઓ આ વાતથી અજાણ હતા કે નોકરીના ઈન્ટરવ્યૂ દરમિયાન કોઈની ઉંમર વિશે પૂછવું ખોટું છે.
જેનિસે સ્ટ્રોબેન ફ્રેન્ચાઇઝી અને તેના અગાઉના માલિક જસ્ટિન ક્વિર્ક પર ભેદભાવનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ ક્વિર્કે જેનિસને વળતર તરીકે 4,250 પાઉન્ડની ઓફર કરી અને આ ઘટના માટે માફી માંગી.
નોકરી ન મળ્યા પછી, જેનિસને ડોમિનોઝના અન્ય કર્મચારી પાસેથી જાણવા મળ્યું કે આ જોબ માટે 18 થી 30 વર્ષની વયના લોકોને યોગ્ય ગણવામાં આવે છે. આ સિવાય તેણે કહ્યું કે મેં ફક્ત પુરુષોને જ ડ્રાઈવરનું કામ કરતા જોયા છે અને આવી સ્થિતિમાં મને લાગ્યું કે મને આ કામ આપવામાં આવ્યું નથી કારણ કે હું એક મહિલા છું.
ત્યારબાદ જેનિસે આ બાબતની જાણ ઉત્તરી આયર્લેન્ડ ઈક્વેલિટી કમિશનને કરી. કમિશને તેમની કાનૂની લડાઈમાં મદદ કરી અને તેમને વળતર અપાવ્યું. આ દરમિયાન, ડોમિનોઝે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ડોમિનોઝ ફ્રેન્ચાઇઝી મોડલ ઓપરેટ કરે છે, તેથી સ્ટોર એમ્પલોયમેન્ટ અને રિક્રૂટમેન્ટની જવાબદારી ફ્રેન્ચાઇઝીની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp