ધીરેન્દ્ર શાસ્ત્રીને ધર્મના ઠેકેદાર ન માનતા,એમના વાહિયાત નિવેદન..:આચાર્ય, પરમહંસ

PC: aajtak.in

જગતગુરુ પરમહંસચાર્યએ લોકોને અપીલ કરી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીમાં ભલે નિષ્ઠા રાખો પરંતુ તેમને સનાતન ધર્મના ઠેકેદાર ન માનો, કારણ કે તેની પાછળ રામ રહીમ અને આસારામ બાપુ જેવા લોકોના ઉદાહરણો છે. કહ્યું કે સનાતન ધર્મ અનંતકાળથી ચાલતો આવ્યો છે અને અનંતકાળ સુધી ચાલશે.

અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસચાર્યએ ફરી એકવાર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નિશાન સાધ્યું છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જગતગુરુ પરમહંસચાર્યએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીમાં ભલે નિષ્ઠા રાખો પરંતુ તેમને સનાતન ધર્મના ઠેકેદાર ન ગણો, કારણ કે તેની પાછળ રામ રહીમ અને આસારામ બાપુ જેવા લોકોના ઉદાહરણો છે. જ્યારે આવા લોકો પર આરોપ લગાવવામાં આવે છે, ત્યારે તેમનામાં વિશ્વાસ કરનારાઓ પોતે છેતરપિંડી અનુભવ કરે છે અને સનાતન ધર્મ પ્રત્યે ઉદાસીન બની જાય છે.

જગતગુરુ પરમહંસચાર્યએ કહ્યુ કે કોઇ પણ સંત કે કથાવાચક પાસે કેટલી પણ ભીડ એકઠી કેમ ન થતી હોય, પરંતુ સનાતન ધર્મ પ્રત્યે જેટલી જવાબદારી એમની છે એટલી જ જવાબદારી સનાતન ધર્મમાં આસ્થા રાખનાર દરેક વ્યકિતની પણ છે. સનાતન ધર્મમાં દરેક સનાતની બરાબરનો હકદાર અને હિસ્સેદાર છે. સનાતન ધર્મનો અત્યાર સુધીમાં ન તો કોઇ ઠેકેદાર થયો છે કે થશે નહીં.

પરમહંસાચાર્યએ આગળ કહ્યું કે સનાતન ધર્મ અનંત કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. એટલે મારી લોકોને અપીલ છે કે કોઇને પણ સનાતન ધર્મનો ઠેકેદાર માનતા નહીં. ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલા નિવેદનની કડી નિંદા કરતા, જગતગુરુએ કહ્યું કે, જો તેમને ટ્રેન અકસ્માતની પહેલેથી જાણકારી હતી તો એ દુર્ઘટના રોકવાનો તેમણે પ્રયાસ કરવો જોઇતો હતો. તેમણે આવા વાહિયત પ્રકારના નિવેદનો ન આપવા જોઇએ.

પરમહંસાચાર્યએ કહ્યુ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની સરખામણી ભગવાન સાથે ન કરવી જોઇએ. ભગવાન શ્રીકૃષ્ણ શાંતિ દુત બનીને દુર્યોધનને સમજાવવા ગયા હતા. આવું કઇ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યું નથી. જો તેમને પહેલેથી ટ્રેન દુર્ઘટના વિશે જાણકારી હતી તો તેમણે તંત્રને તરત જાણકારી આપવી જોઇતી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના આવા વાહિયાત નિવેદનોની હું ટીકા કરું છુ અને આ એક પ્રકારનો રાષ્ટ્રદોહ છે કે જાણતા હોવા છતા તંત્રને માહિતી આપી નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp