પ્રૂફ વિના 2000ની નોટ બદલવાની મંજૂરી કેમ?RBI-SBI વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા BJP નેતા

2000 હજાર રૂપિયાની કિંમતની કરન્સી નોટને ચલણ બંધ કરવાનો કેસ દિલ્હી હાઇ કોર્ટ પહોંચી ગયો છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે હાઇકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. આ જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની નોટ કોઈ ID પ્રૂફ કે ફોર્મ ભર્યા વિના જમા કરાવવા કે અન્ય નાની કિંમતની નોટમાં રોકડ ચૂકવણી કરવાનો આદેશ મનમાનીપૂર્ણ છે. તર્કહીન અને ભારતના સંવિધાનની કલમ 14નું ઉલ્લંઘન છે.

અરજીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ભારતીય સ્ટેટ બેંક (SBI)ને નિર્દેશો આપવાની માગ કરવામાં આવી છે કે 2000 રૂપિયાનો નોટ સંબંધિત બેંકોના ખાતામાં જ જમા કરાવવામાં આવે. તેનાથી કોઈ પણ અન્ય બેંક ખાતામાં પૈસા જમા નહીં કરાવી શકાય. તેનાથી કાળું ધન અને આવકથી વધુ સંપત્તિ રાખનાર લોકોની સરળતાથી ઓળખ થઈ શકશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઉપાયથી ભ્રષ્ટાચાર, બેનામી લેવડ-દેવડને સમાપ્ત કરવામાં મદદ મળશે.

તેમણે કહ્યું કે, આ પગલાંથી નાગરિકોના મૌલિક અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળી અને આવકથી વધુ સંપત્તિ ધારકો વિરુદ્ધ ઉચિત પગલાં ઉઠાવવામાં મદદ મળશે. તો અરજીમાં આ બાબત સરકાર અને RBIને સંપૂર્ણ નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. RBI દ્વારા ચલણ બહાર કરવામાં આવેલી 2000 રૂપિયાની નોટને બદલવાની પ્રક્રિયા કાલથી એટલે કે 23 મે 2023 મંગળવારથી શરૂ થવા જઈ રહી છે. તમે કોઈ પણ બેંકની બ્રાંચમાં જઈને પોતાની પાસે રહેલી મોટી નોટોને સરળતાથી બદલી શકો છો.

તેના માટે કોઈ ફોર્મ ભરવાની જરૂરિયાત નહીં પડે અને ન તો કોઈ પ્રકારનું ID પ્રૂફ તમારી પાસે માગવામાં આવશે. એક વખતમાં તમે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો. સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા હતા કે, ચલણથી બહાર કરવામાં આવેલી નોટોને બદલાવ માટે ID પ્રૂફની જરૂરિયાત હશે. તો તેના પર શુક્રવારે SBIએ કહ્યું હતું કે, 2 હજાર રૂપિયાની નોટ બદલાવવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાનું ID પ્રૂફ આપવું નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું છે.

20,000 રૂપિયા સુધીની 2000ની નોટ સરળતાથી એક વખતમાં એક્સચેન્જ કરાવી શકાશે. 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ હોય તે તેને અન્ય કિંમતની નોટોથી બદલાવી શકાય છે. આ પ્રકારે બેંક અકાઉન્ટમાં પણ 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે કોઈ પણ વધારાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી. RBIએ FAQ જાહેર કર્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, ચલણથી બહાર કરવામાં આવી રહેલી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા 23 મે 2023થી શરૂ થઈ જશે અને 30 સપ્ટેમ્બર સુધી તેને બદલી શકાશે.

જો તમારી પાસે પણ આ નોટ છે તો ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ તમે તેને સરળતાથી ચેન્જ કરાવી શકો છો. તમારે પોતાની નજીકની બ્રાન્ચમાં જવું પડશે, જ્યાં સરળતાથી નોટ બદલી શકશે. આ વખતે નોટ બદલવાની પ્રક્રિયા બરાબર એવી જ છે જેમ વર્ષ 2016માં પહેલી નોટબંદીના સમયે હતી. જ્યારે 500 અને 1000 રૂપિયાની મોટી નોટોને સર્ક્યૂલેશનથી બહાર કરવામાં આવી હતી. મતલબ RBIએ નોટ બદલાવવા માટે એક લિમિટ સેટ કરી દીધી છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.