ઔવેસીના નાનાભાઇએ કોને કહ્યું મને છેડશો નહીં, ટકી નહીં શકો

PC: facebook.com/AUOYI

AIMIMના સાંસદ અને પ્રમુખ અસદુદ્દીન ઔવેસીના નાના ભાઇ અકબરુદ્દીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે આકરા પ્રહારો કર્યો છે. અસદુદ્દીન ઔવેસીની પાર્ટીને ભાજપ સાથે જોડવાના રાહુલ ગાંધીના નિવેદન પર અકબરૂદ્દીને વળતો જવાબ આપ્યો હતો કે, મને છેડશો નહી, અમારી સામે ટકી નહીં શકો.અકબરૂદ્દીને કહ્યુ કે, મજલિસ એટલે કે સભા પર આરોપ લગાવનારાઓ, શું તમારા આકાઓએ એક પણ ઇમારત બનાવી છે, શું તમારી માતાએ કોઇ ઇમારત બનાવી છે ? શું કોઇ ગાંધીએ બનાવી છે? શું PM મોદીએ બનાવી છે? માત્ર ઔવેસી જ ઇમારત બનાવી છે.

અકબરુદ્દીને એક કાર્યક્રમ દરમિયાન રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઔવેસી ક્યાંથી આવે છે એ પુછવામાં આવે છે. મને છેડતા નહીં. કોંગ્રેસના ગુલામો હું તમને પુછવા માંગુ છું કે તમારી માતા ક્યાંથી આવી છે? તમે અમને બિલકુલ છેડતા નહીં. તમે અમારી સામે ટકી નહીં શકો. તેમની પોતાની પાસે પોતાનું કશું નથી, તેમની પાસે ઇટાલી વાળા, રોમ વાળા છે બસ. બધું બહારથી જ લાવે છે આ લોકો. એ લોકો બહારવાળા પર નિર્ભર છે અને અમે અલ્લાહ પર નિર્ભર રહેનારા લોકો છીએ.

આ પહેલાં AIMIMની ચીફ અસદુદ્દીન ઔવેસીએ રાહુલ ગાંધીને હૈદ્રાબાદથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઔવેસીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડથી નહીં, પરંતુ હૈદ્રાબાદથી ચૂંટણી લડીને બતાવે. સાથે જ કોંગ્રેસ પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મોટી મોટી વાતો જ કરે છે. રાહુલ ગાંધી મારી સામે મેદાનમાં આવી અને મારી સામે ચૂંટણી લડી બતાવે, હું તૈયાર છું.

આ આખો વિવાદ તેલંગાણામાં રાહુલ ગાંધીના ભાષણથી શરૂ થયો છે. એ પછી AIMIMના પ્રમુખ અને તેમના નેતાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે નિશાન સાધી રહ્યા છે.

રાહુલે સભામાં ઔવેસીની નીતિ સામે સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે તેમની વિચારધારા નફરતવાળી છે. રાહુલે સભામાં આક્રમકતા સાથે કહ્યું હતું કે ઔવેસી ભાજપની નફરતની વિચારધારાને શેર કરે છે.

ઓવૈસી ભાજપ સાથે નફરત અને વિભાજનની વિચારધારા ધરાવે છે અને બંને પક્ષોની વિચારસરણી સમાન છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અસદુદ્દીન ઓવૈસી પર આ પહેલો સીધો અને તીખો હુમલો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp