દુલ્હને માગ્યું 2 લાખ કરતા વધુનું કરિયાવર, ન મળ્યું તો તોડી દીધા લગ્ન
ભારતમાં કરિયાવર માગવું એક ગુનો છે, પરંતુ એ છતા આજે પણ કરિયાવર લેવામાં આવે છે. કરિયાવરના કારણે લગ્ન બાદ પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે, અત્યાચાર કરવામાં આવે કે પછી કરિયાવરમાં માગેલી રોકડ, વસ્તુ ન મળતા લગ્ન પણ તોડી દેવામાં આવે છે. હાલમાં તેલંગાણામાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં એક છોકરીએ લગ્ન થવાના થોડી મિનિટો પહેલા લગ્ન કરવાની ના પાડી દીધી. હૈદરાબાદના બાહ્ય વિસ્તારમાં આ લગ્ન થવાના હતા. દુલ્હને વરના પરિવાર પાસે 2 લાખ રૂપિયાથી વધુની ડિમાન્ડ કરી હતી.
આદિવાસી સમાજમાં કરિયાવર આપવાની પ્રથા છે. જ્યારે આદિવાસી છોકરીને પોતાની ઈચ્છા મુજબનું કરિયાવર ન મળ્યું તો તેણે લગ્ન જ તોડી દીધા. હવે તમને આખી ઘટના સમજાવીએ છીએ. ગુરુવારે ઘાટકેસર વિસ્તારમાં લગ્ન નક્કી થયા હતા. ભદ્રાદ્રી કોઠાગુદમના અશ્વરોપેટ ગામથી છોકરી અને તેનો પરિવાર લગ્ન માટે ગયો હતો. ત્યારે જ અચાનક દુલ્હને એવો નિર્ણય લીધો, જેથી મેરેજ હોલમાં ઉપસ્થિત મહેમાનો અને વરરાજાના પરિવારના લોકો પણ હેરાન રહી ગયા.
લગ્નનું મુહૂર્ત નીકળી રહ્યું હતું. એવામાં વરરાજાના પરિવારજનો એ હોટલમાં પહોંચ્યા, જ્યાં છોકરીનો પરિવાર રોકાયો હતો. જ્યારે વરરાજાના પરિવારને જણાવ્યું કે, દુલ્હનને વધુ કરિયાવર જોઈએ છે તો બધા અચંબિત રહી ગયા. ત્યારબાદ વરરાજા અને પરિવારજનો લગ્નનો મંડપ છોડીને પોલીસ પાસે પહોંચી ગયા. ત્યારબાદ દુલ્હનના પરિવારને બોલાવવામાં આવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને પરિવારોએ વાતચીત બાદ મામલો અરસપરસમાં થાળે પાડી દીધો. કોઈ ફરિયાદ દાખલ કરાવવામાં ન આવી અને ન તો કોઈ વિરુદ્ધ કોઈ કેસ થયો છે.
એવી જાણકારી મળી છે કે, છોકરીને લગ્ન કરવામાં રસ નથી. તેણે વધારે કરિયાવરની માગ કરી હતી અને તે જ લગ્નના મંડપ સુધી ન આવી. પોલીસનું કહેવું છે કે, દુલ્હનના પરિવારને વરરાજાના પરિવાર પાસેથી કરિયાવરમાં 2 લાખ રૂપિયા મળ્યા હતા. જો કે છોકરી પોતાના નિર્ણય પર અડગ હતી એટલે પૈસા પાછા આપી દેવામાં આવ્યા અને બંને પરિવાર પોત પોતાના ઘરે જતા રહ્યા. તેલંગણાની આ ઘટના વિરુદ્ધ જોઈએ તો કરિયાવરના કારણે છોકરીઓ સાથે, અત્યાચાર, હત્યા અને બીજા પ્રકારની હિંસક ઘટનાઓ મોટાભાગે સામે આવે છે. કરિયાવર લેવું કાયદાકીય રીતે ગુનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp