BJP નેતા સંબિત પાત્રા સળગતા અંગારા પર ઉઘાડા પગે ચાલ્યા, જાણો પરંપરા, Video

PC: facebook.com/sambitswaraj

ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ મંગળવારે ઓડિશાના પુરીમાં ઝામુ યાત્રામાં પૂજા કરી હતી. આ દરમિયાન તેઓ લગભગ 10 મીટર સુધી સળગતા કોલસા પર ખુલ્લા પગે દોડ્યાહતા. તેમણે તેનો 24 સેકન્ડનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રા ઓડિશાના પુરી જિલ્લામાં ઝામુ યાત્રા દરમિયાન સળગતા કોલસા પર ઉઘાડા પગે ચાલ્યા હતા. કોલસાના અંગારા પર ભાજપ નેતા પાત્રા 10 મિનિટ સુધી ચાલ્યા હતા, તેમણે પોતાની ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે. સંબિત પાત્રાઅ કહ્યું કે હું તો ધન્ય થઇ ગયો. સળગતા અંગારા પર ચાલવાની આ પંરપરા વિશે જાણો.

ભાજપના નેતા ડો, સંબિત પાત્રાએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે મેં પુરી જિલ્લાના સમાંગ પંચાયતના રેબતી રમણ ગામમાં તીર્થયાત્રામાં ભાગ લીધો, અંગારા પર ચાલીને માતાનું પૂજન કર્યું અને આર્શીવાદ લીધા. પાત્રાએ કહ્યું કે, આ પ્રસંગે ગામના લોકોની સુખ સમૃદ્ધિની કામના કરી હતી. આ તીર્થયાત્રામાં આગ પર ચાલીને માતાના આર્શીવાદ પ્રાપ્ત કરીને મેં ધન્યતા અનુભવી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ડો. સંબિત પાત્રાએ કહ્યુ કે તેમણે લોકોના કલ્યાણ અને પ્રદેશની શાંતિ માટે ઉઘાડા પગે આગ પર ચાલવાનું કામ કર્યું હતું. પરંપરા મુજબ, ઝામુ યાત્રા એક તપસ્યા છે અને ભક્ત પોતાની ઇચ્છાઓ પુરી કરવા અને દેવી માતાને પ્રસન્ન કરવા માટે ઉઘાડા પગે સળગતા અંગારા પર ચાલે છે.

ઝામુ યાત્રા'દેવી 'મંગલા'નો એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે અને ઓડિશાના પુરી જિલ્લાના કાકતપુર બ્લોકમાં ઉજવવામાં આવે છે. તે દર વર્ષે પવિત્ર વૈશાખ મહિનાના પ્રથમ મંગળવાર(14 એપ્રિલથી 15 મે)થી ઉજવવામાં આવે છે.  આ પ્રસંગે, ભક્તો 'પ્રાચી' નદીમાંથી પવિત્ર જળ એકત્રિત કરે છે અને દેવતાના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. ભક્તો નદીના પવિત્ર જળથી ભરેલા માટીના વાસણો સાથે ચેનલમાં સળગતા કોલસા પર ચાલતા હતા. એવું માનવામાં આવે છે કે દેવતાના આશીર્વાદ અગ્નિના અંગારા પર ચાલતી વખતે ભક્તોને નુકસાન થવાથી બચાવે છે. ઝામુ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ કાકતપુરની મુલાકાત લે છે.

ડો, સંબિત પાત્રા વર્ષ 2019માં ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ BJDના ઉમેદવાર સામે 10000 વોટથી હારી ગયા હતા. ન્યૂઝ ચેનલો પર ચાલતી ડિબેટમાં ડો. પાત્રાને તમે વારંવાર જોતા હશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp