'આખા શરીરમાંથી લોહી કાઢી નાંખો પણ...', ખેડૂતો ડુંગળીનો પાક સળગાવવા મજબૂર

PC: ndtv.com

મહારાષ્ટ્રમાં ખાસ કરીને નાસિકમાં ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે. વાજબી ભાવ ન મળવાને કારણે ડુંગળીના ખેડૂતો પરેશાન છે અને તેના વિરોધમાં તેઓ તેમની આખી ડુંગળીની ખેતી બાળી રહ્યા છે. આ દ્વારા તેમણે સરકાર સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો છે. ડુંગળીના ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરતા ખેડૂત કૃષ્ણ ભગવાન ડોંગરેએ જણાવ્યું હતું કે, 'ડુંગળીના વાવેતરમાં મને લગભગ સાવ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ડુંગળીને વેચવા માટે માર્કેટમાં લઇ જવાનો મને બીજો રૂપિયા 30,000 નો ખર્ચ આવી શકે એમ છે, આમાં મને મારા થયેલા ખર્ચની વસૂલી પણ થવાની નહોતી. આજની પરિસ્થિતિ પર નજર કરીએ તો, મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતને બે બે રૂપિયા (પ્રતિ કિલોગ્રામ) મળી રહ્યા છે. તેથી મારે ડુંગળી બાળવી પડી રહી છે.' તેણે કહ્યું, 'મેં અહીં દોઢ એકરમાં ડુંગળી વાવી હતી. તેના પર એક લાખ 25 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. હું તેને વેચવાના 30 હજાર રૂપિયાનો બીજો ખર્ચ કરવાનો હતો.'

આ કાંદાના વેચાણમાંથી તમને કેટલા રૂપિયા મળશે? તેવા પ્રશ્ન પર આ ખેડૂતે કહ્યું, 'મને માત્ર 25 હજાર કે 26 હજાર રૂપિયા જ મળી શકશે. મારા ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા બીજા નીકળવા પડતે. મારા 1.25 લાખ રૂપિયા પહેલેથી ખર્ચ થઇ ગયા છે, મારે લગભગ પાંચ હજાર રૂપિયાનું બીજું નુકસાન સહન કરવું પડતે.આવી સ્થિતિમાં મારે આ ડુંગળીનો પાક બાળવો પડે છે. ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે તેઓ સરકારને શું કહેવા માગે છે? તેવા પ્રશ્નના જવાબમાં કૃષ્ણ ભગવાન ડોંગરેએ કહ્યું, '15 દિવસથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની બહારના લોકો જાણતા હતા કે યોગ્ય ભાવ નથી મળ્યા હોવાથી, ખેડૂતો ડુંગળીના પાકને બાળી નાખશે. પરંતુ સરકાર તરફથી કોઈનો ફોન પણ નથી આવ્યો, કોઈએ સહાનુભૂતિ પણ બતાવી નહિ. કોઈએ પણ એવું ન કહ્યું કે આમ ન કરો, થોભી જાવ, અમે કંઈક કરીશું અને ખેડૂતની પાછળ ઊભા રહીશું, તેથી જ ડુંગળી સળગાવવાનું કામ પૂરું કરવું પડ્યું.'

તેમણે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને એ વિનંતી કરવા માંગુ છું કે મારી ડુંગળી તો બળી ગઈ છે પરંતુ મહારાષ્ટ્રનો ખેડૂત સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો છે. તે આત્મહત્યા કરવા મજબૂર છે. એ માટે કેન્દ્ર સરકારે તેને લાંબા સમય સુધી નિકાસ કરવાની છૂટ આપવી જોઈએ.' તેણે કહ્યું, ' હું મહારાષ્ટ્ર સરકારને કંઈપણ કહેવા નથી ઈચ્છતો. મહારાષ્ટ્રના CMને આ પરિસ્થિતિની જાણ હતી. મેં તેમને મારા લોહીથી લખેલો પત્ર મોકલી આપ્યો હતો. હું CMને કહેવા માંગુ છું કે, મારા શરીરમાંથી બધુ લોહી કાઢી લો, પણ ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp