20 રાજ્યોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધી રહી છે મેદસ્વીતાઃ સરવે

PC: independent.co.uk

પિત્ઝા, પાસ્તા, પેસ્ટ્રી અને નુડલ્સ બાળકોની ફીટનેસ ઘટાડી રહ્યા છે. ચટાકેદાર ટેસ્ટ અને યમી લાગતી આ ડીશ કાયમી દર્દ આપી જાય છે એવું ભાગ્યે જ કોઈ સમજતુ હોય છે. એમાં પણ હવે અનલિમિટેડની સ્કિમથી બાળકને જરૂરી એવા પોષકતત્ત્વો મળવાના બદલે પેટમાં બે દિવસ સુધી ચોંટી રહેતા ચીઝ જેવા પદાર્થો મળે છે. જેના કારણે નાનપણમાં તે કાચની ગોળ બરણી જેવા આકારના બની જાય છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવેક્ષણમાં દેશમાં મેદસ્વીતા સામે લડી રહેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યામામં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળ્યો છે. આ વાત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. દેશના 22 રાજ્યમાં કરવામાં આવેલા સરવેમાં 20 રાજ્યના બાળકોમાં થઈ રહેલો મેદસ્વીતામાં વધારો જોવા મળ્યો છે. બાળકોમાં વધી રહેલી મેદસ્વીતા પાછળ બાળકોની ખાવા-પીવાની આદત અને શારીરિક પ્રવૃતિઓનો અભાવ જવાબદાર છે. બેઠાળું જીવન અને વધી પડતી આળસને કારણે શરીરમાં ચરબી વધે છે.

સરવે સંસ્થાના જણાવ્યા અનુસાર ગત વર્ષ 2015 અને 2016 વચ્ચે કરવામાં આવેલા સરવેક્ષણની તુલનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મિઝોરમ, ત્રિપુરા, લક્ષદ્વીપ, જમ્મુ-કાશમીર તથા લદ્દાખ જેવા અનેક રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેદસ્વીતાથી પીડાઈ રહેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યામાં ધીમી ગતિએ થતો વધારો જોવા મળ્યો છે. સરવે અનુસાર માત્ર ગોવા, દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં આવા કેસની સંખ્યા ઓછી છે. જ્યારે લદ્દાખમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના આશરે 13.4 ટકા બાળકો મેદસ્વીતાથી પીડિત છે. લદ્દાખમાં આ ટકાવારી 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવેલા સરવે કરતા ઘણી વધારે છે.

આ પહેલાના સરવેની તુલનામાં આ સરવેમાં માત્ર બાળકોમાં જ નહીં પણ યુવાનોમાં પણ મેદસ્વીતા વધતી જતી જોવા મળી છે. સરવેના આંકડા અનુસાર 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની મહિલાઓમાં વધતા જતા શરીરની ફરિયાદમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પુરૂષોમાં પણ મેદસ્વીતા વધતી જોવા મળી છે. કેરળ અને આંદામાન નિકોબાર દ્વીપસમુહમાં સૌથી વધારે 38 ટકા મહિલાઓ મેદસ્વીતાથી પીડાઈ રહી છે. જન સ્વાસ્થ્ય પોષણ વિશેષજ્ઞ શીલા વીરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભોજનની પ્રાપ્યતા અને સારી આદત અંગેની પ્રાથમિક જાણકારીનો અભાવ છે. લોકોમાં કોઈ જાગૃતિ નથી. અહીં શર્કરાની વધુ માત્રા હોય એવું ભોજન સરળતાથી પ્રાપ્ય છે. આવા ભોજનને અહીંના લોકો વધુ પસંદ કરે છે. જેના કારણે શરીરમાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp