ખૂબ દારૂ પીધો, સલાહ વિના વાયગ્રાની 2 ગોળીઓ ખાધી, પછી...

PC: newstracklive.com

એક માણસે ખૂબ દારૂ પીધો, પછી તેણે વાયગ્રાની 2 ગોળીઓ ખાઈ લીધી. આ પછી વ્યક્તિને સ્ટ્રોક આવ્યો. ત્યાર પછી તેનું મૃત્યુ થયું હતું. 'જર્નલ ઑફ ફોરેન્સિક મેડિસિન'માં પણ વ્યક્તિના પોસ્ટમોર્ટમની માહિતી વિગતવાર પ્રકાશિત કરવામાં આવી છે. AIIMSના ડૉ. જય નારાયણ પંડિત, જેમણે આ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, જણાવ્યું હતું કે, વ્યક્તિને સ્લાઇડનાફિલ (વાયગ્રા) દવા લેવાની સલાહ આપવામાં આવી ન હતી. આમ છતાં પણ તેણે દવા પીધી.

આ કેસ સાથે જોડાયેલા ડોક્ટરોએ જણાવ્યું કે, આ વ્યક્તિ તેની એક મહિલા મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો. જ્યાં તેણે વાયગ્રાની 50 મિલિગ્રામની બે ગોળી ખાધી હતી. જો કે રિપોર્ટમાં આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિનું બ્લડ પ્રેશર ઘણું વધી ગયું હતું. તે પહેલેથી જ નશામાં હતો. લોહીમાં આલ્કોહોલનું સ્તર પણ શરીરમાં નિર્ધારિત ધોરણ કરતા બમણું હતું.

જ્યારે વ્યક્તિની હાલત ખરાબ થઈ ગઈ ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મેડિકલ જર્નલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, વ્યક્તિએ કઈ બ્રાન્ડની દવા લીધી હતી? ભારતમાં આ કિસ્સો ક્યાં સામે આવ્યો, કોણ હતું દર્દી. આ બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

દારૂ પીધા બાદ અને વાયગ્રાની ગોળી લીધા બાદ આ વ્યક્તિને માથાનો દુખાવો અને ઉલ્ટી થઈ હતી. જો કે, આવું થયું  હોવા છતાં, પુરુષની સ્ત્રી મિત્રએ કોઈ તબીબી મદદ લીધી ન હતી. મહિલાએ દાવો કર્યો હતો કે, વ્યક્તિમાં આ અગાઉ પણ આવા લક્ષણો જોવામાં આવ્યા હતા.

આ કેસ સાથે જોડાયેલા ડોકટરોએ પણ કહ્યું કે, આ કેસ દર્શાવે છે કે, લોકોએ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ. ડોક્ટરોએ કહ્યું કે, ઘણીવાર પુરુષો સેક્સ્યુઅલ પરફોર્મન્સ વધારવા માટે આ દવા લે છે.

આ કેસ સાથે જોડાયેલા પેથોલોજિસ્ટ્સે જણાવ્યું કે, વ્યક્તિને સ્ટ્રોક આવવાનું એક મોટું કારણ દારૂ પીધા પછી વાયગ્રાનું સેવન હશે. આલ્કોહોલ પીવાના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશર પહેલેથી જ વધી ગયું હશે. જ્યારે તેણે આ વાયગ્રાની ગોળી ખાધી હશે ત્યારે મગજની નસ પર દબાણ આવ્યું હશે. જેના કારણે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હતો.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બ્લડ પ્રેશર વધે છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વ્યક્તિની અંદર લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 186.61 mg/100 ml હતું. જે 80 mg/100 ml હોવી જોઈએ.

મીડિયા રિપોર્ટ મુજબ, વાયગ્રાને ફાર્મા કંપની ફાઈઝર દ્વારા બનાવવામાં આવે છે. બ્રિટનમાં હેલ્થકેર સિસ્ટમ, નેશનલ હેલ્થ સર્વિસે વાયગ્રા ઉપલબ્ધ કરાવી નથી. NHSએ પણ વાયગ્રાને લઈને આ ચેતવણી બહાર પાડી છે. NHS કહે છે કે, 1000માંથી એક વ્યક્તિને સ્ટ્રોક થવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp