સાઇકલથી જઇ રહેલા DSPને વેગન આર કારે ઉડાવી દીધા, મોત
હરિયાણાના હિસારમાં શનિવારે સાંજે DSPનું રોડ અકસ્માતમાં દર્દનાક મોત થઇ ગયું. DSP ચન્દ્રપાલ ફતેહાબાદના રાતિયામાં કાર્યરત હતા. સાઇકલથી જતી વખત અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી, ત્યારબાદ તેમને સારવાર માટે અગ્રોહા મેડિકલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર દરમિયાન મોત થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે, DSP ચન્દ્રપાલ રોજ સાઇકલિંગ કરતા હતા.
રિપોર્ટ્સ મુજબ, ફતેહાબાદના રાતિયામાં ફરજ બજાવતા DSP ચન્દ્રપાલ સાઇકલિંગ માટે નીકળ્યા હતા. અગ્રોહા તરફ જવા દરમિયાન અજાણ્યા વાહને સાઇકલ સવાર DSP ચન્દ્રપાલને ટક્કર મારી દીધી અને ઘટનાસ્થળથી ભાગી નીકળ્યો હતો. ઘટના બાદ ભીડ ભેગી થઇ ગઇ. ઘટના પર ઉપસ્થિત લોકોએ પોલીસને તેની જાણકારી આપી હતી. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા DSPને સારવાર માટે અગ્રોહા મેડિકલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. અહીં તેમનું મોત થઇ ગયું.
જાણકારી મળતા જ પોલીસ વિભાગના ઘણા અધિકારી હૉસ્પિટલમાં DSPને જોવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. કહેવામાં આવ્યું છે કે, રાતિયા અગાઉ DSPની પોસ્ટિંગ ટ્રાફિક પોલીસમાં પણ રહી હતી. એ અગાઉ પણ તેઓ ભટ્ટુ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. DSP ચન્દ્રપાલ રોજ ઘણા કિલોમીટર સુધી સાઇકલિંગ કરી રહ્યા હતા. વાહનની ટક્કર બાદ તેમની સાઇકલ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. રોડ કિનારે તેમની સાઇકલ, હેલમેટ અને પાણીની બોટલ પડી હતી.
એક રિપોર્ટ મુજબ DSPના મોત બાદ પોલીસ એક્શનમાં આવી અને DSPને ટક્કર મારનારા વાહનની ઓળખ કરી. DSPને રાજસ્થાન નંબરની વેગનઆર કારે ટક્કર મારી હતી, જે અગ્રોહાથી લગભગ 7 કિલોમીટર દૂર સાદરવાસ ગામના ખેતરોમાં મળી. કારના કાંચ પૂરી રીતે તૂટેલા હતા. કાર ચાલક ગાડીને ખેતરોમાં છોડીને ફરાર થઇ ગયો છે. પોલીસ ગાડીની તપાસ કરીને દસ્તાવેજથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે ટક્કર મારનાર વ્યક્તિ કોણ છે.
ક્યાંક તેની DSP સાથે કોઇ દુશ્મની તો નથી? SPએ આ ઘટના પર તપાસના આદેશ આપ્યા છે. DSPનું શબ મોર્ચરીમાં રખાવવામાં આવ્યું અને પોલીસ વિભાગમાં કર્મચારી, સ્વજન અને DSPના ગામના સેકડો લોકો અગ્રોહા મેડિકલ કોલેજમાં ભેગા થયા હતા. DSP બિશ્નોઇ સમાજમાંથી આવતા હતા અને તેઓ એક પર્યાવરણ પ્રેમી હતા. તેઓ મિલનસાર હતા અને લોકોના સુખ, દુઃખમાં સામેલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp