DCPને રસ્તા પર એક વૃદ્ધા મળ્યા, દીકરો-વહુ ખાવાનું નહોતા આપતા પછી DCPએ...

મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં તહેનાત DSP સંતોષ પટેલ શહેરમાં પેટ્રોલિંગ કરવા નીકળ્ય હતા. આ દરમિયાન રસ્તામાં એક વૃદ્ધ મહિલા મળી ગઈ. વૃદ્ધ મહિલાના હાથમાં એક આવેદન હતું. મહિલાને તેનો દીકરો અને વહુ હેરાન કરતા હતા, તેનું કહેવુ હતું કે, તેને ભોજનમાં માત્ર અનાજ મળતું રહે અને તેને બીજું કંઈ નથી જોઈતું. મહિલાની વાત સાંભળીને DSP સંતોષ પટેલે તેમને પોતાની ગાડીમાં બેસાડ્યા અને તેમના ઘરે લઈ ગયા. રસ્તામાં DSPએ મહિલાને તેમની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી.

DSPએ વૃદ્ધ મહિલાના પરિવારજનોને સમજાવ્યા અને માની સેવા કરવા માટે કહ્યું. DSPના વીડિયોની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો 14 મેનો છે. DSP ઘાટીગાંવમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. રસ્તામાં તેમને જાણકારી મળી કે એક વૃદ્ધ મહિલા ફરિયાદ લઈને આવી રહી છે. તેમણે વૃદ્ધ મહિલાને પોતાની ગાડીમાં બેસાડી દીધી. મહિલાએ જણાવ્યું કે, તેને ખૂબ જ હેરાન કરવામાં આવી રહી છે, તેનો દીકરો અને વહુ તેના પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યા છે અને તેને હેરાન કરી રહ્યા છે. DSP સંતોષ પટેલ જ્યારે મહિલાના ઘરે પહોંચ્યા તો વૃદ્ધ માતાના દીકરો અને વહુ બંને DSPની સામે માફી માંગવા માંડ્યા અને વૃદ્ધ મહિલાના પગ દબાવવા માંડ્યા. DSP સાહેબને જોઈને વૃદ્ધ મહિલાના વહુ અને દીકરાએ કહ્યું કે, તેઓ માતાની સેવા કરશે અને તેમને હેરાન નહીં કરશે.

DSP સંતોષ પટેલે કહ્યું કે, તેઓ જ્યારે હાઇવે પર જઈ રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધ મહિલા દેખાઈ હતી, તેમના હાથમાં આવેદન હતું. તેઓ દીકરા અને વહુની ફરિયાદ કરવા જઈ રહ્યા હતા. મેં તેમની સમસ્યા સાંભળી. વૃદ્ધ મહિલાનો દીકરો અને વહુ જમીન વેચવા માંગે છે, જ્યારે મા ઇચ્છે છે કે જમીન બચી રહે. તેને લઇને દીકરો અને વહુ તેને રોટલી પણ આપતા ન હતા. તેમની ફરિયાદ સાંભળીને તેમને ગાડીમાં બેસાડ્યા અને તેમના ઘરે પહોંચી ગયો. જ્યારે વૃદ્ધ મહિલાના દીકરા અને વહુ સાથે મામલાને લઇને વાત કરી તો તેઓ માફી માંગવા માંડ્યા અને વૃદ્ધ મહિલાના પગ દબાવવા માંડ્યા. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઇને લોકો DSP સંતોષ પટેલના વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવુ છે કે, આવા ઓફિસર દરેક જગ્યાએ હોવા જોઈએ.

DSP સંતોષ પટેલે લોકોને મધર્સ ડેના અવસર પર અપીલ કરતા કહ્યું કે, તમામે પોતાના માતા-પિતાની સેવા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, માતા-પિતાને માત્ર ભોજન અને પ્રેમની જરૂર છે. તેઓ આપણી પાસે ના તો ભણવાનો ખર્ચો માંગે છે અને ના બર્થડે પાર્ટી કરવા માટે પૈસા માંગે છે. તેમને માત્ર પ્રેમની જરૂર છે. DSPના સમજાવ્યા બાદ જ્યારે દીકરો અને વહુ વૃદ્ધાના પગ દબાવવા માંડ્યા તો વૃદ્ધ મહિલાની આંખો ભરાઈ આવી. તેમણે DSPને આશીર્વાદ આપ્યા.

આ અગાઉ પણ DSPના આ પ્રકારના વીડિયો સામે આવી ચુક્યા છે, જેના ખૂબ વખાણ થયા હતા. ગત મહિને વૃદ્ધ પોતાના દીકરાની ફરિયાદ લઇને પોલીસની પાસે પહોંચ્યા હતા. વૃદ્ધનું કહેવુ હતું કે, દારૂના નશામાં તેમનો દીકરો અને તેની પત્ની તેમને મારતા હતા. સમસ્યા સાંભળ્યા બાદ DSP સંતોષ પટેલે વૃદ્ધને પોતાની ગાડીમાં બેસાડ્યા અને તેમના ગામ લઈ ગયા હતા. પોલીસને જોઈ દીકરો પોતાના વૃદ્ધ પિતાના પગમાં પડીને તેમની માફી માંગવા માંડ્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.