વહૂનું ઘૂંઘટ ઉઠાવતા જ સાસરિયાવાળાના પગ નીચેથી સરકી જમીન, વર બોલ્યો- હું..

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં થયેલા એક લગ્નમાં છેતરપિંડીની અનોખી ઘટના સામે આવી છે. આરોપ છે કે, કન્યા પક્ષે પોતાની નાની દીકરીની જગ્યાએ મોટી દીકરીના લગ્ન કરી દીધા. સાસરિયામાં જ્યારે મોઢું જોવાની રીત દરમિયાન ઘૂંઘટ ઉઠાવ્યું તો હાહાકાર મચી ગયો. ગુસ્સે ભરાયેલા વર પક્ષના લોકોએ તરત જ તેને પિયર મોકલી દીધી. જાવે વરરાજાએ ન્યાય ન મળવા પર આત્મહત્યા કરવા જેવું પગલું ઉઠાવવાની ધમકી આપી છે. સંભલ જિલ્લાના હજરત નગર ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારના કટોલી ગામની ઘટના છે.

અહીં રહેનારા દલચંદના કલાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારની એક છોકરી સાથે લગ્ન થયા હતા. રીત રિવાજના કારણે દુલ્હને માથું ઘૂંઘટથી ઢાંકી રાખ્યું હતું. પારંપારિક રીત રિવાજ સાથે વર-વધૂએ સાત ફેરા લીધા અને 7 જન્મો સુધી સાથે રહેવાના સોગંધ ખાધા. ત્યારબાદ કન્યાને વિદાઇ કરીને પોતાના ગામે કાંટોળી લઇ જવામાં આવી. પછી પરિવારજનોએ ઘરમાં નવી વહુ આવ્યા બાદ મોઢું દેખાડવાની રીત શરૂ થઇ. જ્યારે વર પક્ષની મહિલાએ આ દરમિયાન વહુના માથેથી ઘૂંઘટ હટાવ્યું તો ઘટમાં ઉપસ્થિત બધા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઇ.

વર પક્ષે જોયું કે ઘૂંઘટની આડમાં દુલ્હનની મોટી બહેન સાથે તેના દીકરાના લગ્ન કરાવી દેવામાં આવ્યા છે. જોત જોતમાં જ આખા ગામમાં આ વાત ફેલાઇ ગઇ અને સાસરિયા પક્ષે દુલ્હનને પાછી પિયર મોકલી દીધી. પછી બંને પક્ષો વચ્ચે વાદ-વિવાદ અને પંચાયતોનો દૌર શરૂ થયો. સંબંધીઓની હાજરીમાં થયેલી પંચાયતમાં કન્યા પક્ષ એમ કહેતો નજરે પડ્યો કે અમારી પાસે કરિયાવર માગવામાં આવી રહ્યો છે. તો વર પક્ષનું કહેવું હતું કે તેમની સાથે ઘૂંઘટની આડમાં કન્યા પક્ષે છેતરપિંડી કરી છે.

કન્યા પક્ષે પોતાની નાની છોકરી દેખાડીને મોટી દીકરીના લગ્ન કરાવી દીધા, જે માનસિક રૂપે નબળી છે. 26 જાન્યુઆરીથી અત્યાર સુધી આ મામલે તેમના સમાજોના લોકો વચ્ચે પંચાયતો થતી રહી. પરંતુ અત્યાર સુધી આ સમસ્યાનું કોઇ સમાધાન થયું નથી. હવે વર દાલચંદ કહી રહ્યો છે કે, જો મારી સાથે ન્યાય ન થયો તો હું આત્મહત્યા કરી લઇશ. હાલમાં વર પક્ષે પોલીસમાં આ બાબતે ફરિયાદ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે. ડાલચંદે જણાવ્યું કે, 26 જાન્યુઆરીના રોજ મારા લગ્ન થયા હતા.

મને દેખાડવામાં આવેલી છોકરી કોઇ બીજી હતી. જ્યારે લગ્ન કોઇ બીજી સાથે કરાવી દીધા. જે છોકરી સાથે મારા લગ્ન કરાવવામાં આવ્યા છે તેની માનસિક સ્થિતિ સારી નથી. મારી સાથે છેતરપિંડી થઇ છે. હું તેને પોતાની પાસે નહીં રાખું. હું ઝેર ખાઇને કે ફાંસી લગાવીને મરી જઇશ. વરરાજાના પિતાએ કહ્યું કે, જ્યારે લગ્ન થયા તો રાતના 3 વાગી રહ્યા હતા. છોકરીના માથા પર ઘૂંઘટ હતું. રીત રિવાજ મુજબ દુલ્હન ઘૂંઘટમાં જ બેસે છે. લગ્ન બાદ દુલ્હનને વિદાઇ કરીને ઘરે લાવવામાં આવે છે. ઘરે આવીને મોઢું દેખાડવાની રીત થઇ, તો બીજી છોકરી નીકળી. જેને તરત જ પછી મોકલી દેવામાં આવી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.