બહારો ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈ.. ઓપરેશન દરમિયાન દર્દી ગાવા લાગ્યો સોંગ
ઓપરેશન થિયેટરમાં ભરાતા જ ભલભલા લોકોની હાલત ખરાબ થઇ જાય છે, પરંતુ સિવાનથી એક આશા વધારનારો વીડિયો સામે આવ્યો છે. સિવાન જિલ્લાની સદર હૉસ્પિટલમાં આંખના ઓપરેશન દરમિયાન એક ડૉક્ટરને મોહમ્મદ રફીનું સોંગ ‘બહારો ફૂલ બરસાઓ મેરા મહબૂબ આયા હૈ’ ગાઇને સંભળાવ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે પણ આ વીડિયોને જોઇ રહ્યું છે તે દર્દીની હિંમત અને ડૉક્ટરની કુશળતાના વખાણ કરી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ નેત્ર જ્યોતિ અભિયાન દરમિયાન દર્દીની આંખોમાં મોતિયાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ક્રમમાં સદર પેટાવિભાગના કૃપાલ પ્રસાદની આંખોમાં થયેલા મોતિયાના ઓપરેશન ચાલી રહ્યું હતું.
આ ક્રમમાં સદર પેટા વિભાગના કૃપાલ પ્રસાદને આંખોમાં થયેલા મોતિયાના ઓપરેશન માટે ચિહ્નિત કરવામાં આવ્યો હતો. જ્યારે દર્દી ઓપરેશન થિયેટરમાં હતો ત્યારે જ સોંગ ગણગણવાનું શરૂ કરી દીધું હતું. પછી શું હતું ડ્યુટી પર રહેલા ડૉક્ટર MA અકબરે પૂછ્યું કે, બાબા તમારા અને અત્યારના સમયના સોંગમાં ખૂબ અંતર આવી ગયું છે. પહેલાના સોંગનું શું કહેવું. દર્દીએ કહ્યું કે, તેઓ મોહમ્મદ રફીનું સોંગ સંભળાવવા મગે છે અને ગાવા લાગ્યો. જ્યારે ડૉક્ટર ઓપરેશન દરમિયાન ગાવાનું ગાવા પર વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે અનુભવી ડૉક્ટર હોય તો દર્દીના ઓપરેશન દરમિયાન સોંગ ગાવાથી કોઇ ફરક પડતો નથી.
सीवान जिले के सदर अस्पताल में आंख के ऑपरेशन के दौरान एक मरीज ने डॉक्टर को बहारों फूल बरसाओ... गीत को गाकर सुनाया। वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।#Siwan #BiharNews pic.twitter.com/Z4AxXbEwhE
— Hindustan UP-Bihar (@HindustanUPBH) February 23, 2023
ત્યારબાદ એક ભજન પણ ગાયું. તેનાથી તેનો ડર ઓછો થયો અને અમે સારી રીતે ઓપરેશન કરી શક્યા. સોંગ ગાતી વખત જ તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે મંગળવારે સ્વાસ્થ્ય વિભાગ તરફથી મફતમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. આ ક્રમમાં વૃદ્ધ કુપાલે પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ ઓપરેશનના નામથી તે ખૂબ ડરેલો હતો. જ્યારે તેના ઓપરેશનનો વારો આવ્યો તો તેણે બધી આપવીતી ડૉક્ટરને બતાવી. તેણે કહ્યું કે, હું ખૂબ ગભરાઇ ગયો છું અને મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક કંઇક દુર્ઘટના ન થઇ જાય.
આ સાંભળતા જ ઓપરેશન કરી રહેલા ડૉક્ટર સાહેબે તેને સમજાવતા કહ્યું કે કોઇ સોંગ સંભળાવો. હવે શરૂ થયું દર્દીનું સોંગ. દર્દીનું સોંગ સમાપ્ત થતા થતા ડૉક્ટર સાહેબે ઓપરેશન કરી દીધું. મોતિયાનું ઓપરેશન કરાવવા આવેલા વૃદ્ધે જણાવ્યું કે, તે પહેલી વખત ઓપરેશન કરાવવા આવ્યો છે. એ સાંભળીને ડૉક્ટરે તેને મોહમ્મદ રફીનું સોંગ ગાવા કહ્યું ત્યારે દર્દીએ બહારો ફૂલ બરસાઓ મેરા મહબૂબ આયા હૈ’ ગીત શરૂ કર્યું. હવે આ વીડિયો વાયરલ થવા સાથે જ તેની ખૂબ ચર્ચા પણ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp