મહિલાઓ વચ્ચે સાડી પહેરીને પહોંચ્યો છોકરો અને કરવા લાગ્યો વડ સાવિત્રીની પૂજા

PC: aajtak.in

19 મેના રોજ આખા દેશમાં વડ સાવિત્રીનું વ્રત મનાવવામાં આવ્યું. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને વડની પૂજા કરે છે. દેશના ખૂણે ખૂણે આ પૂજા કરવામાં આવી. આ દરમિયાન બિહારના બાંકા જિલ્લાથી આ વ્રત સાથે જોડાયેલી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે. બાંકા જિલ્લાના બંધુઆ કુરાવા પોલીસ સ્ટેશન વિસ્તારના મનિયારપુર ચોક પર એક છોકરો પોતાના પુરુષ મિત્ર માટે પત્નીની જેમ સજીધજીને વડસાવિત્રીની પૂજા કરતો નજરે પડ્યો.

આ દરમિયાન વડ નીચે પૂજા કરી રહેલી મહિલાઓ પણ હેરાન રહી ગઈ. જોત જોતમાં ઘટનાસ્થળ પર ભારે ભીડ જમા થઈ ગઈ. વડ નીચે પુરુષ મિત્ર માટે પત્નીની જેમ પૂજા કરનારા વ્યક્તિની ઓળખ કપિલદેવ મંડલના રૂપમાં થઈ છે. સાડી પહેરીને અને શૃંગાર કરીને તેણે પોતાના મિત્ર નિતેશ માટે વિધિ વિધાનથી પૂજા કરી. આ ઘટનાને ત્યાં ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કરી લીધી. જોત જોતમાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થવા લાગ્યો.

હેરાનીની વાત એ છે કે મહિલા બનીને પોતાના મિત્ર માટે પૂજા કરનાર કપિલદેવ મંડલના લગ્ન 6 વર્ષ અગાઉ એક મહિલા સાથે થઈ ચૂક્યા છે. બીજી તરફ જેના માટે તેણે વડ સવિત્રીની પૂજા કરી તે છોકરો કુંવારો છે. મહિલાઓની જેમ સજીધજીને યુવક દ્વારા પૂજા કરવાની એ વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બાબતે તેણે ફોન પર જણાવ્યું કે, પહેલી વખત તેણે વડ સાવિત્રીની પૂજા કરી છે. મહિલાઓને એમ પૂજા કરતી જોઈ હતી. ત્યારબાદ તેણે મહિલાઓની જેમ જ પૂજા કરીને પોતાના મિત્ર માટે પૂજા કરવાની ફીલિંગનો અનુભવ કરવા માગતો હતો.

બીજી તરફ ઝારખંડના ચતરા શહેરમાં વડ સાવિત્રીના પૂજા સ્થળ પર એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે ત્યાં આઆગ લાગી ગઈ. ઉલ્લેખનીય છે કે, મહિલાઓ શહેરના ગંદોરી મંદિર પૂજા કરવા પહોંચી હતી. આ દરમિયાન કોઈ મહિલાની બેદરકારીના કારણે સળગતી અગરબત્તી સૂકા પાંદડા પર પડી ગઈ. ત્યારબાદ જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેણે વૃક્ષની ડાળીને પોતાની પકડમાં લઈ લીધી. નસીબજોગ કોઈને કોઈ જાનહાનિ ન થઈ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp