SCએ કેદીને એવું કહી છોડ્યો, મોત પહેલાના નિવેદનના આધારે તેને દોષી ન માની શકાય

PC: barandbench.com

સુપ્રીમ કોર્ટે મોતની સજા મેળવનારા એક કેદીને છોડી દીધો. એવું કહેતા કે માત્ર મોત પહેલા લીધેલા નિવેદનના આધારે કોઇને દોષી માની શકાય નહીં. આ કેદીને બે પીડિતાઓના નિવેદનના આધારે સજા આપવામાં આવી હતી. બંને પીડિતાઓના નિવેદન તેમની મોત પહેલા લેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મરતા પહેલા આપવામાં આવેલા નિવેદનના આધારે સજા આપી શકાય નહીં. આ નિવેદનો પર વિશ્વાસ કરતા સમયે સાવચેતી રાખવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે એક કેદીને છોડ્યો

એવું કહેવું અને ઘણી હદ સુધી માનવામાં આવે છે કે મરનાર વ્યક્તિ ક્યારેય જુઠ્ઠુ બોલતો નથી. જોકે, કોર્ટમાં માત્ર આના આધારે કોઇને દોષી ગણાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આવી વાત કહી છે. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે, કોર્ટ માટે આના પર સંતુષ્ટ થવું જરૂરી છે કે મોત પહેલા આપવામાં આવેલ નિવેદન સાચુ છે અને પોતાની ઇચ્છાથી આપવામાં આવ્યું છે. માત્ર ત્યારે જ આવા નિવેદન કોઈને દોષી સાબિત કરવાનો આધાર બની શકે છે.

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મોતની સજા મેળવાનારા કેદીની અપીલ પર આવી છે. 23 ઓગસ્ટનના રોજ 3 જજોની બેંચે આ કેદીને છોડી દીધો. કોર્ટે કહ્યું કે આ પ્રકારના દરેક કેસોમાં મરવા પહેલા આપવામાં આવેલા નિવેદનોની સાથે જ રેકોર્ડ પર ઉપલબ્ધ સાક્ષીઓ અને બીજાની વાતોનું યોગ્ય મૂલ્યાંકન કરવું જોઇએ.

ઈરફાન નામના વ્યક્તિને તેના બે ભાઈઓ અને દીકરાની હત્યાનો દોષી ગણાવ્યો હતો. આરોપ હતો કે વર્ષ 2014માં ઈરફાને પોતાના બે ભાઈઓ અને દીકરાને સૂતા સમયે આગ લગાવી દીધી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે ત્યાર પછી તેમને રૂમમાં બંધ કરી દેવામા આવ્યા હતા. આ કેસમાં કહેવાયું હતું કે ઈરફાને તેમની હત્યા એ કારણે કરી હતી કારણ કે મૃતક તેના બીજા લગ્નથી નાખુશ હતા. આગ લાગ્યાની ઘટના પછી ત્રણેય પીડિતોને પાડોશીઓ અને પરિવારના બીજા સભ્યો બચાવીને હોસ્પિટલ લઇ ગયા હતા. પણ અંતે ત્રણેયે દમ તોડી દીધો.

કોર્ટે કહ્યું કે માત્ર મોત પહેલા આપેલા નિવેદનના આધારે દોષ સાબિત કરવો યોગ્ય નથી. ઈરફાનના વકીલે મોત પહેલા પીડિતો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની વિશ્વસનીયતા અને તેમની સ્થિતિને લઇ સવાલ ઊભા કર્યા હતા. કોર્ટે કહ્યું કે હાલના મામલામાં માત્ર મોત પહેલા આપવામાં આવેલા બે નિવેદનોને આધારે આરોપીને દોષી જાહેર કરવો મુશ્કેલ છે. એવામાં સુપ્રીમ કોર્ટ નીચલી અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવેલા ઈરફાનને છોડી દેવાનો નિર્ણય આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp