બેગમાં રાખેલા 4.5 લાખ રિક્ષામાં ભૂલી મહિલા, ઈમાનદાર ચાલક પોલીસ સ્ટેશન લઈ ગયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બાંદામાં ઈમાનદારીનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું. જેણે સાંભળીને દરેક હેરાન રહી ગયું. એક મહિલાની બેગ ઇ-રિક્ષામાં રહી ગઇ હતી, જેમાં લગભગ સાડા ચાર લાખ રૂપિયા હતા. રિક્ષા ચાલક એ બેગને લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરજ પર રહેલા અધિકારીને બધી વાત કહી. પોલીસ પણ ઇ-રિક્ષા ચાલકની ઈમાનદારીને લઈને હેરાન રહી ગયા. આ ઘટના પેલાની પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જસપુરાની રહેવાસી જયરાની પોતાના જમાઈ સાથે સાડા 4 લાખ રૂપિયા લઈને બેંકમાં જમા કરાવવા જઈ રહી હતી.

આ દરમિયાન ઇ-રિક્ષામાં તેના રૂપિયાઓથી ભરેલી બેગ છૂટી ગઈ અને મહિલાના હોશ ઊડી ગયા, મહિલા પણ પરેશાન થઈને રિક્ષા ચાલકને શોધવા લાગી, પરંતુ તેની કોઈ જાણકારી ન મળી શકી. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં રિક્ષા ચાલકને જોઈને હેરાન રહી ગઈ. પોલીસે આખી ઘટનાને સમજી અને વેરિફાઈ કરીને મહિલાને તેની નોટોથી ભરેલી બેગ પાછી સોંપી દીધી. મહિલાએ રિક્ષા ચાલકના ભરપૂર વખાણ કર્યા અને પોલીસનો પણ આભાર માન્યો.

રિક્ષા ચાલક રિક્ષા ચાલક બદલૂરામે કહ્યું કે, તે મહેનતથી કમાઈને પોતાનો પરિવાર ચલાવે છે. તેને મહેનત પર વિશ્વાસ છે. કોઈ બીજું હોત તો બેગ લઈને ફરાર થઈ જાત, પરંતુ હું બેગને પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યો. જ્યાં મહિલાને પોલીસે તેની નોટોથી ભરેલી બેગ સોંપી દીધી.

થોડા દિવસ અગાઉ મધ્ય પ્રદેશમાં પણ એક ઓટો ડ્રાઈવરની ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો હતો. મધ્ય પ્રદેશના રતલામમાં એક ઓટો રિક્ષા ચાલક અને તેના સાથીએ ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કર્યું હતું. ઓટોમાં એક મહિલા મુસાફરનું પર્સ છૂટી ગયું હતું, જેમાં એક લાખ રૂપિયા કરતા વધુની રોકડ અને મોબાઈલ ફોન રાખ્યો હતો. ઓટો ચાલકે લાલચમાં આવ્યા વિના મહિલા મુસાફરને તેનું પર્સ પાછું આપી દીધું. રતલામમાં એક મહિલા યાત્રી ઓટોમાં મહિલા મુસાફરી કરી રહી હતી. મંજિલ આવતા જ તે ઓટોમાંથી ઉતરીને જતી રહી અને પર્સ ત્યાં જ ભૂલી ગઈ. પર્સમાં એક લાખ 10 હજાર રૂપિયા અને મોબાઈલ ફોન રાખ્યો હતો, પરંતુ ઓટો ચાલકે લાલચમાં આવ્યા વિના મહિલા મુસાફરને શોધી અને પર્સ આપી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp