1 રૂપિયાની કમાણીમાં 34 પૈસા ઉધારના, 20 પૈસા વ્યાજ ચૂકવવામાં ખર્ચ

PC: thehindubusinessline.com

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 2023-24નું બજેટ રજૂ કરી દીધું છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું ફુલ બજેટ છે. બજેટ ભાષણની શરૂઆતમાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ અમૃતકાળમાં પહેલું બજેટ છે. બજેટમાં સરકાર બતાવે છે કે તે ક્યાંથી કેટલું કમાશે અને ક્યાં કેટલો ખર્ચ કરશે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, વર્ષ 2023-24માં સરકાર 45 લાખ આક્રોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. એ માત્ર બજેટ અનુમાન છે અને સામાન્ય રીતે બજેટમાં જેટલો ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવે છે, તેનાથી ઘણો બધો થઇ જાય છે.

તો વર્ષ 2022-23માં સરકારે 39.44 લાખ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ હવે અનુમાન છે કે આ ખર્ચ લગભગ 42 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હશે. ખેર સરકારનું અનુમાન છે કે વર્ષ 2023-24માં તે જે 45 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે, તેમાંથી 27.16 લાખ કરોડ રૂપિયા તો ટેક્સ અને બીજી જગ્યાઓથી આવશે, પરંતુ બાકી ખર્ચ માટે સરકાર ઉધાર લેશે. સરકાર આ વર્ષે 17.86 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે.

ક્યાંથી કમાશે સરકાર?

જો સરકાર 1 રૂપિયો કમાય છે તો તેમાંથી 34 પૈસા ઉધારીના જ હોય છે. એ સિવાય 17 પૈસા GSTમાંથી આવશે, જ્યારે 15-15 પૈસા ઇનકમ ટેક્સ અને કોઓર્પોરેશન ટેક્સથી આવશે. 7 પૈસા એક્સાઇઝ ડ્યૂટીમાંથી, 6 પૈસા નોન ટેક્સ રેવેન્યૂ, 4 પૈસા ક ડ્યૂટી અને 2 પૈસા કેપિટલ રિસિપ્ટમાંથી કમાશે.

ક્યાં ખર્ચ કરશે સરકાર?

આ પ્રકારે સરકાર જે 1 રૂપિયો ખર્ચ કરશે તેમાંથી 20 પૈસા માટે લોન પર વ્યાજની ચૂકવણી કરવામાં જ જતા રહેશે. એ સિવાય 18 પૈસા રાજ્યોને ટેક્સ અને ડ્યુટીનો હિસ્સો આપવામાં ખર્ચ થશે. તો 17 પૈસા કેન્દ્ર અને 9 પૈસા કેન્દ્ર પ્રયોજિત યોજનાઓમાં ખર્ચ થશે. ત્યારબાદ 9 પૈસા નાણાં આયોગ પાસે જશે, 8 પૈસા ડિફેન્સ પર, 7 પૈસા સબસિડી પર, 4 પૈસા પેન્શન અને બાકી બચેલા 8 પૈસા બીજી જગ્યાઓ પર ખર્ચ થશે.

કોઇ પણ રાજ્ય સરકાર હોય, દેશ ચલાવવા માટે લોન કે ઉધારી લેવી જ પડે છે. તેનું કારણ એ છે કે આવકના સોર્સ ઓછા છે અને ખર્ચ વધારે થાય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ્સ સૂચવે છે કે સરકારોએ ગેર-જરૂરી ખર્ચાઓથી બચવું જોઇએ અને પોતાના દેવામાં સ્થિરતા લાવવી જોઇએ. એક્સપર્ટ્સ એ પણ સૂચવે છે કે સરકારે પૂંજીગત રોકાણ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઇએ, જેથી આગામી સમયમાં તેનાથી કમાણી થઇ શકે. સરકાર આ વર્ષે 10 લાખ કરોડ પૂંજીગત રોકાણ કરવા જઇ રહી છે.

રહી વાત સરકારની આવકમાં દેવાની હિસ્સેદારીની તો તે કોરોના મહામારી બાદ હજુ વધી ગઇ છે. મનમોહન સરકારમાં કમાણીમાં 27-29 પૈસા ઉધારી કે લોનથી આવતા હતા. મોદી સરકારમાં તે ઓછા થઇને 20 પૈસા નીચે આવી ગયા હતા, પરંતુ કોરોનાના સમયમાં સરકારની કમાણીમાં દેવું ખૂબ વધ્યું. વર્ષ 2021-22માં સરકારની 1 રૂપિયાની કામણીમાંથી 36 પૈસા લોનના હતા. સરકારની કમાણી 27 લાખ કરોડ અને ખર્ચ 45 લાખ કરોડથી વધુ છે. એવામાં જ્યારે કમાણી ઓછી અને ખર્ચ વધારે થાય છે તો તેનાથી સરકારનું રાજકોષીય નુકસાન વધે છે.

નાણાકીય વર્ષ 2023-24માં સરકારનો રાજકોષીય નુકસાન GDP 5.9 રહેવાનું અનુમાન છે. આ અગાઉ વર્ષ 2022-23માં આ નુકસાન 6.4 ટકા હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બજેટ ભાષણ વાંચતા જણાવ્યું હતું કે, વર્ષ 2025-26 સુધી આ રાજકીય નુકસાન GDPના 4.5 ટકાથી નીચે લાવવાનો ટારગેટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp