ભારતમાં પણ તુર્કી-સીરિયા જેવો ભૂકંપ મચાવી શકે છે તબાહી: IITના વૈજ્ઞાનિકોની સ્ટડી

PC: prabhatkhabar.com

તુર્કી અને સીરિયાની જેમ જ ભારતમાં પણ તેજ ભૂકંપના જ આવી શકે છે. આ આશંકા ભારતીય ટેક્નિકલ સંસ્થા (IIT) કાનપુરમાં અર્થ સાયન્સ વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. જાવેદ મલિકે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એક-બે દશક કે તેનાથી પહેલા પણ સંભવ છે. અહીં આશંકા છે કે ભૂકંપનું કેન્દ્ર હિમાલિયન ઝોન કે અંદામાન નિકોબાર હશે એટલે સાવધાની રાખવાની જરૂરિયાત છે. પ્રો. મલિક ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો કચ્છ, અંદામાન અને ઉત્તરાખંડમાં લાંબા સમયથી બદલાવોની સ્ટડી કરી રહ્યા છે.

IIT કાનપુરના અર્થ સાયન્સિસ વિભાગના પ્રોફેસર જાવેદ મલિકે કહ્યું છે કે નેપાળમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો તો ઉત્તર પ્રદેશ સુધી તેની અસર દેખાઇ શકે છે. વર્ષ 1934માં નેપાળ અને બિહારમાં આવેલા ભૂકંપની અસર દૂર સુધી નજરે પડી હતી. વર્ષ 1803માં નેપાળમાં આવેલા ભૂકંપની અસર મથુરા સુધી દેખાઈ છે. એવા દરેકે સાવધાન રહેવાની જરૂરિયાત છે. પ્રોફેસર મલિકે જણાવ્યું કે, ગત દિવસોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર નેપાળનો પશ્ચિમી હિસ્સો હતો.

ધરતીની અંદર ઇન્ડિયન અને યુરેશિયન પ્લેટો વચ્ચે ટક્કર થવાથી ઉત્પન્ન થયેલી ઊર્જાથી વર્ષ 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. વિશેષજ્ઞ આ વાત પર સહમત છે કે આ ભૂકંપથી જમીનની અંદર ઉપસ્થિત ઉર્જા પૂરી રીતે બહાર નીકળી નથી. એવામાં બધા આંકલન અને મોડલ એ વાત તરફ ઈશારો કરે છે કે હિમાલિયન રેન્જ કોઈ મોટા ભૂકંપના ચક્રમાં આવી ચૂક્યું છે. નેપાળમાં વર્ષ 1255 અને વર્ષ 1833માં મોટા ભૂકંપ આવ્યા હતા. ઉત્તરખંડના કુમાઉ રેન્જમાં વર્ષ 1505 અને વર્ષ 1803માં મોટા ભૂકંપ આવ્યા હતા.

નેપાળના હિમાલિયન ક્ષેત્રમાં વર્ષ 1934માં પણ 8 કરતા વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે વિસ્તારમાં 500-600 વર્ષથી કોઈ ભૂકંપ આવ્યો નથી, ત્યાં કોઈ મોટો ભૂકંપ આવવાની આશંકા છે. તેનો સમય અને તારીખ બતાવી શકાય નહીં, પરંતુ સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. આપણે બચાવની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. તુર્કીમાં 6 ફેબ્રુઆરીના રોજ સવારે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી અહીં 21,000 કરતા વધુ લોકોના શબ કાટમાળમાંથી કાઢવામાં આવી ચૂક્યા છે. ભૂકંપના આ ઝાટકાઓએ ઘણા પરિવારોને તબાહ કરી દીધા છે. હજારોની સંખ્યામાં લોકો હૉસ્પિટલમાં એડમિટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp