બાહુબલી સમોસુ, વજન 12 કિલો, 30 મિનિટમાં ખાઇને 71000 ઇનામ જીતો

PC: thehindu.com

સમોસા તો તમે ઘણા જોયા હશે અને ખાધા પણ હશે, પરંતુ મેરઠની દુકાનમાં જે સમોસા બને છે તેને જોઈને તમારું મન પણ ચકરવે ચડી જશે. માત્ર જોઈને જ નહીં, ખાતી વખત પણ તમારો પરસેવો છૂટી શકે છે. જો કે, આ સમોસાને નક્કી સમય પર ખાનાર વ્યક્તિને એક સારા સમોસાનું ઈનામ પણ આપવામાં આવે છે. અમે આ આર્ટિકલમાં વાત કરી રહ્યા છીએ મેરઠના પ્રખ્યાત ‘બાહુબલી સમોસા’ની. આમ તો મેરઠ લારી અને મિઠાઇઓ માટે પણ પ્રખ્યાત છે, પરંતુ અહીંયા બાહુબલી સમોસો લોકોનું ખાસ ધ્યાન આકર્ષિત કરે છે.

બટેટા, વટાણા, મસાલા, પાણી અને સૂકા મેવાઓથી તૈયાર નમકીન વગેરેના મિશ્રણથી બનેલા 12 કિલોનું સમોસું હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. તેને અડધો કલાક એટલે કે 30 મિનિટમાં ખાનારને 71 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. લાલકુર્તી સ્થિત કૌશલ સ્વિટ્સની ત્રીજી પેઢીના માલિક શુભમ કૌશલે કહ્યું કે, તે સમોસાને આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે કંઈક અલગ કરવા માગતો હતો અને એટલે તેના મનમાં 12 કિલોનો બાહુબલી સમોસું તૈયાર કરવાનો વિચાર આવ્યો.

શુભમ કૌશલે કહ્યું કે, લોકો પોતાના જન્મદિવસ પર પારંપરિક કેકની જગ્યાએ બહુબલી સમોસો કાપે છે. 30 મિનિટમાં પૂરો ખાઈ જવા પર 71 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ સમોસાને તૈયાર કરવામાં કૌશલના રસોઈયાઓને લગભગ 6 કલાકનો સમય લાગે છે. શુભમ કૌશલે જણાવ્યું કે, કડાઈમાં સમોસાને તળવામાં જ માત્ર દોઢ કલાક લાગે છે અને આ કામમાં ત્રણ રસોઈયાની મહેનત લાગે છે, અમારા બાહુબલી સમોસાએ સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર અને ફૂડ બ્લોગરનું પણ ધ્યાન ખેંચ્યુ છે.

સ્થાનિક લોકો સિવાય દેશના અન્ય હિસ્સામાં પણ લોકો આ સમોસાં બાબતે અમને પૂછે છે. તેણે જણાવ્યું કે, આ સમોસા માટે પહેલાથી જ બુકિંગ કરાવવી પડે છે. હું સમોસાને ખબરોમાં લાવવા માટે કંઈક અલગ કરવા માગતો હતો. અમે બહુબલી સમોસાં બનાવવાનો નિર્ણય લીધો. અમે 4 કિલોગ્રામનો સમોસાં અને પછી 8 કિલોગ્રામના સમોસાં બનાવીને શરૂઆત કરી. ત્યારબાદ અમે ગયા વર્ષે 12 કિલોનો સમોસો તૈયાર કર્યો. 12 કિલોગ્રામ વજનના સમોસાની કિંમત લગભગ 1500 રૂપિયા છે. શુભમે દાવો કર્યો કે, તેણે અત્યાર સુધી પોતાના બાહુબલી સમોસા માટે લગભગ 40-50 ઓર્ડર મળી ચૂક્યા હશે. આ દેશનો સૌથી મોટો સમોસો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp