‘જેલમાં સ્વિમિંગ પુલ ઈચ્છે છે સત્યેન્દ્ર જૈન’,EDનો સુપ્રીમ કોર્ટમાં દાવો

PC: aamaadmiparty.org

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના મધ્યસ્થ મેડિકલ જામીનની અવધિ વધારવાનો એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો છે. EDએ શુક્રવારે દાવો કર્યો કે, સત્યેન્દ્ર જૈન જેલ પરિસરમાં સ્વિમિંગ પુલની માગ કરી રહ્યા છે. ED દ્વારા 30 મેના રોજ મની લોન્ડ્રિંગના આરોપમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી લેવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનના વકીલ અભિષેક મનુ સિંધવીએ સારવારનો સંદર્ભ આપતા સુપ્રીમ કોર્ટમાં તેમની મધ્યસ્થ જામીન વધારવાની માગ કરી હતી.

અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, જૈન કરોડરજ્જૂના હાડકાના ઓપરેશન બાદ ક્રિટિકલ મેડિકલ એડવાઇસથી પસાર થઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન તપાસ એજન્સીએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, ડૉક્ટરોની સલાહ મધ્યસ્થ જામીન વધારવા માટે પૂરતી નથી. EDએ કહ્યું કે, તેમની (સત્યેન્દ્ર જૈન) સાથે એક સામાન્ય નાગરિકની જેમ વ્યવહાર કરવો જોઈએ. તે એક દિવસના મેડિકલ જામીન આપવાનો કેસ નથી. માત્ર એટલે તેમને પહેલા પણ જામીન આપવામાં આવ્યા હતા. તેનો મતલબ એ નથી કે ફરીથી જામીન આપી શકાય છે.

EDનો પક્ષ રાખી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજૂએ કહ્યું કે, સત્યેન્દ્ર જૈન જેલમાં સ્વિમિંગ પુલ ઈચ્છે છે. દરેક તેને વહન નહીં કરી શકે. AIIMSની સત્યેન્દ્ર જૈનની તપાસ પર ભાર આપતા કહ્યું કે, જો જરૂર હોય તો ફિઝિયોથેરેપી માટે સ્વિમિંગ પુલમાં લઈ જઇ શકાય છે. આ દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને આપવામાં આવેલી મેડિકલ મધ્યસ્થ જામીનને 1 સપ્ટેમ્બર સુધી વધારવા પર સહમતી વ્યક્ત કરી. એ જ દિવસે નિયમિત જમીન માટે સત્યેન્દ્ર જૈનની અરજી લિસ્ટેડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને પોતાની પસંદગીની ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવવા માટે 6 અઠવાડિયાના મધ્યસ્થ જામીન આપ્યા હતા, જે 11 જુલાઇ સુધી હતા. ત્યારબાદ કોર્ટે મધ્યસ્થ જામીન વધારી દીધા હતા. નોંધનીય છે કે, EDએ કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની મની લોન્ડ્રિંગ કેસમાં મે 2022માં ધરપકડ કરી હતી. 1 વર્ષ કરતા વધુ સમય સુધી જેલમાં રહ્યા બાદ 26 મે 2023ના રોજ તેમને સારવાર કરાવવા માટે 6 અઠવાડિયાના મધ્યસ્થ જામીન આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp