CM શિંદેએ જણાવ્યું-PM મોદી અને બાળ ઠાકરે સાથે ઉદ્ધવ ઠાકરએ કેવી રીતે કર્યું છળ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન તોડવા અને ચૂંટણી જીતવાના બાળ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કરવા માટે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની નિંદા કરી છે. એકનાથ શિંદે અજીત પવારના નેતૃત્વવાળી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના સત્તાધારી ગઠબંધનમાં સામેલ થયા બાદ રાજ્યવ્યાપી પ્રવાસ પર નીકળ્યા છે. તેઓ શુક્રવારે ઠાણેમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આ લોકોએ તેમની (બાળ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની) તસવીરોનો ઉપયોગ કરીને વોટ માગ્યા અને પછી કોંગ્રેસ સાથે મળીને તેમની સાથે છળ કર્યું. તેમણે મતદાતાઓને છોડી દીધા અને સત્તા માટે લોકોના જનાદેશનો દુરુપયોગ કર્યો. અસલી ગદ્દાર કોણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370ને સમાપ્ત કરવાના શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના સપનાંને પૂરું કર્યું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન સાથે છળ કર્યું.

તેમણે આગળ કહ્યું કે, ઘણા લોકો તેમની સરકારની પહોંચ પચાવી શકતા નથી. તેમના સત્તાવાર આવાસ ‘વર્ષા’ના દરવાજા પહેલાથી વિરુદ્ધ હંમેશાં બધા માટે ખુલ્લા છે. ભાજપે શિવસેના સાથે પોતાના ગઠબંધનમાં ઈમાનદારીથી વ્યવહાર કર્યો. ભગવા પાર્ટી વર્ષ 2017ની ચૂંટણીઓ બાદ બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં સત્તાનો દાવો કરી શકતી હતી, પરંતુ તેણે શિવસેનાને પોતાનું શાસન ચાલુ રાખવાની મંજૂરી આપી.

ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ દેખાડ્યું અને શિવસેનાને સરકાર ચલાવવાની મંજૂરી આપી. આજે તેઓ તેમને ગાળો આપી રહ્યા છે. તેમને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શાસનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગત સરકારના અઢી વર્ષમાં કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો, મારી ગાડીને વધારવા માટે હવે અમારી સાથે અજીત પવાર છે. તેમની સરકારને લોકોનો આશીર્વાદ મળ્યો છે અને હવે 200 કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.

આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રીમંડળ વિસ્તારને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે જલદી જ મંત્રીમંડળનો વિસ્તાર થશે. ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર જે ટિપ્પણી કરી છે તે નિંદનીય છે. વર્ષ 2019માં લોકો સાથે વિશ્વાસઘાત કરવો, બાળાસાહેબના વિચારો ત્યજીને ખુરશીની લાલચમાં બધુ ભૂલી જવું, આ બધુ તો તેમણે (ઉદ્ધવ ઠાકરેએ) કર્યું છે. તેમને દેવેન્દ્ર ફડણવીસ બાબતે બોલવાનો શું અધિકાર છે? ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાગપુર પર ‘કલંક’ (ધબ્બો) કહેવા પર વિવાદ હજુ વધી ગયો હતો અને તેના પર મુખ્યમંત્રી શિંદેએ પ્રતિક્રિયા આપી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.