કાનપુરમાં 62 વર્ષનો ડોસો પકડાયો, ગાય, માદા શ્વાન સહિત પશુઓ સાથે સેક્સ માણતો હતો

ઉત્તર પ્રદેશથી એક એવા વાસના લોલૂપનો કિસ્સો સામે આવ્યો છે, જે ગાય, ડોગ કે અન્ય જાણવરો સાથે અકુદરતી સેક્સ માણતા ખચકાતો નહોતો, પરંતુ CCTV તેના આ કાંડ સામે આવ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી છે. આવા સેક્સ ભૂખ્યા વરૂઓ સમાજમાં ઘણા છે, જે પશુઓને પણ છોડતા નથી.
કાનુપર પોલીસે એક 62 વર્ષના ડોસાની ધરપકડ કરી છે. આ ડોસો ગાય, ફિમેલ ડોગ અને અન્ય જાનવરો સાથે સેક્સ માણવાનો આદી હતો.પશુ સાથે સેક્સ માણવાના CCTV સામે આવ્યા પછી પોલીસે ડોસાને પકડી લીધો છે. જો કે પોલીસનું કહેવું છે કે આરોપી માનસિક રીતે બિમાર છે અને તેની માનસિક તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વૃદ્ધ પર ગાય, ફિમેલ ડોગ સહિત અને જાનવરો પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ કેસ ઉત્તર પ્રદેશના બર્રા વિસ્તારનો છે. ડેપ્યુટી પોલીસ કમિશ્નર (દક્ષિણ) રવીન્દ્ર કુમારે કહ્યું કે, વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઓળખ બર્રા-8, ગુજૈનીના વિજેન્દ્ર મિશ્રા તરીકે થઇ છે. આરોપી 62 વર્ષનો છે.
ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.DCPએ કહ્યું કે આરોપી વિજેન્દ્ર મિશ્રાની સામે IPCની કલમ 377 અકુદરતી સેક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ રિઢો ગુનેગાર છે,તેની સામે પહેલા પણ આવા આરોપો લાગી ચૂક્યા છે.
જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) આનંદ પ્રકાશ તિવારીએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસ દરમિયાન, અમને ઘણા સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં મિશ્રાને જાહેર સ્થળોએ વિવિધ પ્રાણીઓ સાથે સેક્સ કરતા જોઈ શકાય છે." પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તે માનસિક રીતે બીમાર છે અને તેની તબીબી તપાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પહેલા બુલંદ શહેરમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો હતો. બુલંદ શહેરમાં 65 વર્ષનો એક વૃદ્ધ પેટ ડોગ સાથે સેક્સ માણતો હતો. પેટ ડોગ સાથેનો સેક્સ માણસો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પેટ ડોગના માલિક પ્રેમચંદ વર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પછી પોલીસે આરોપી અનિલ શર્માની ધરપકડ કરી હતી અને જેલ મોકલી આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp