પાસપોર્ટને ડાયરી સમજીને લખી દીધો હિસાબ-કિતાબ, રિન્યૂ થવા ગયો તો પાનાં જોઈને..

PC: navbharattimes.indiatimes.com

હરવા-ફરવા કે નોકરી કરવા માટે બીજા દેશોમાં જવું હોય તો પાસપોર્ટ હોવો જરૂરી છે. તેના વિના વિદેશમાં એન્ટ્રી મળવી મુશ્કેલ છે કેમ કે પાસપોર્ટ લોકોની ઓળખ હોય છે કે તેઓ કયા દેશના રહેવાસી છે. બેંક પાસબુકની જેમ તેને પણ સમય સમય પર રિન્યૂ કરાવવાની જરૂરિયાત પડે છે. આમ તો પાસપોર્ટ પર યાત્રાનું વિવરણ લખેલું હોય છે, પરંતુ સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને હેરાન કરી દીધા છે કેમ કે એક વ્યક્તિએ પાસપોર્ટ સાથે જે કર્યું, તેને જોઈને તમે શોક્ડ રહી જશો.

X (અગાઉ ટ્વીટર) પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને @DPrasanthNire નામના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું કે, એક વૃદ્ધ સજ્જને પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે જમા કર્યો, પરંતુ જ્યારે તેમણે પાનાં ઉથલાવ્યા તો હેરાન રહી ગયા. તેના પર કંઈક એવું લખ્યું હતું, જેને જોઈને અધિકારી પણ આશ્ચર્યચકિત રહી ગયા. માત્ર 59 સેકન્ડની આ ક્લિપને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે કોઈએ પાસપોર્ટને પોતાની પર્સનલ ડાયરી સમજી લીધી હશે.

તેમાં ન માત્ર લોકોના મોબાઈલ નંબર લખ્યા હતા, પરંતુ ઘરનો હિસાબ-કિતાબ પણ લખી નાખ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે પાસપૉર્ટ રિન્યૂ માટે પહોંચ્યો તો તેને જોઈને અધિકારી પણ દંગ રહી ગયા. તેમાં ભલે વસ્તુઓ મલયાલમમાં લખી હતી, જે વાંચી શકાતી નથી, પરંતુ તેના પાનાં જોઈને સ્પષ્ટ ખબર પડી રહી છે જે તેમાં મોબાઈલ નંબર અને હિસાબ કિતાબ લેખેલો છે. 2 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલી આ ક્લિપને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. પાસપોર્ટમાં તમે જોઈ શકો છો કે તેની શરૂઆતમાં એક ફોટો લાગેલો છે, પરંતુ એ સ્પષ્ટ નજરે પડી રહ્યો નથી. પાસપૉર્ટની અંદર લોકોના નામ અને નંબર લખેલા છે.

જૂના સમયમાં જ્યારે લોકો પાસે સ્માર્ટફોન નહોતા, ત્યારે લોકો એવી જ રીતે કોપી કે ડાયરીઓમા જ નામ, નંબર લખતા હતા. પાસપૉર્ટના પાછળના પાનાં પર ઘરનો હિસાબ-કિતાબ લખેલો છે. અત્યાર સુધી આ વાયરલ વીડિયોને 8 લાખ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. તો લગભગ 4 હજાર લોકોએ તેને લાઇક કર્યો છે. એ સિવાય યુઝર્સ કમેન્ટ કરીને પોતાના રીએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેમણે તેને સુરક્ષિત જગ્યાએ નહીં રાખ્યો હોય. અન્ય એક યુઝરે લખ્યું કે, એ માત્ર ભારતમાં જ થઈ શકે છે. તો એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું કે, સરકાર તરફથી મફત નોટબુક, તેમાં ખોટું શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp