મારુતી જીપ્સી ઇલેક્ટ્રીક અવતારમાં રજૂ, ભારતીય સેના માટે મોડીફાઇ SUV

PC: ajtak.in

ઇન્ડિયન આર્મીની ફેવરીટ Maruti Gypsyને નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં આર્મી કમાન્ડર કોન્ફરન્સમાં તેને રજૂ કરવામાં આવી હતી.

Maruti Gypsy Electricની બૉડી અને એક્સટીરિયરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેને પારંપારિક લુક અને ડિઝાઈન આપવામાં આવ્યા છે. આ ઇલેક્ટ્રિક SUVને ભારતીય સેના, IIT દિલ્હી અને Tadpole Projects નામના સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે તેયાર કરવામાં આવી છે.

દશકો સુધી ભારતીય રસ્તાઓ પર ધૂમ મચાવતી Maruti Gypsyને બિલકુલ નવા ઇલેક્ટ્રીક અવતારમાં રજૂ કરવામાં આવી છે. આ જુની જીપ્સીને ખાસ ભારતી આર્મી માટે તૈયાર કરવામાં આવી છે, જેને ઇન્ડિયન આર્મી, IIT દિલ્હી અને Tadpole Projects નામના સ્ટાર્ઠઅપ દ્રારા સંયુકત મોડીફાઇ કરવામાં આવી છે.

આ મારુતિ જીપ્સી ઇલેક્ટ્રિકને ગયા શુક્રવારે આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ (ACC)માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ACC એ દ્વિવાર્ષિક કાર્યક્રમ છે અને ભારતીય સેનાના સૌથી મોટા સંમેલનોમાનું એક છે. આ કામગીરી પાછળ ટેડપોલ પ્રોજેક્ટ્સ સ્ટાર્ટઅપનો હાથ છે, આ સ્ટાર્ટઅપ IIT-દિલ્હી હેઠળ ઉભું કરવામાં આવ્યું છે. Tadpole Projectsની સત્તાવાર વેબસાઇટમાં જણાવ્યા મુજબ, ટેડપોલ પ્રોજેક્ટ મુખ્ય રીતે વિન્ટેજ કાર અને જીપ્સી સાથે કામ કરે છે. આ સ્ટાર્ટઅપ જુની વિન્ટેજ કારોને પણ મોડીફાઇ કરે છે. જુની કારોને મોડીફાઇ કરીને નવી કાર તરીકે તૈયાર કરવામાં આવે છે.

આ ઈલેક્ટ્રિક જીપ્સીની મૂળભૂત ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જોકે SUVની બોડી પર 'EV' બેજિંગ અને ઈન્ડિયન આર્મીનો લોગો જરૂર આપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મારુતિ જીસ્પીને ઇલેક્ટ્રિક અવતારમાં કન્વર્ટ કરવા માટે 30 kW ક્ષમતાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક જ ચાર્જમાં 120 કિલોમીટર સુધીની ડ્રાઇવીંગ રેન્જ આપે છે.

Maruti Gypsy અને ઇન્ડિયન આર્મીને ઘણો જૂનો નાતો છે, લાંબા સમયથી આ SUV ભારતીય આર્મી સેવામાં રહી છે. કંપનીએ Maruti Gypsyને ડિસેમ્બર 1985માં પહેલીવાર રજૂ કરી હતી,એ વખતે આ SUVને 970CC F10A સુઝુકી એન્જિન સાથે બજારમાં ઉતારવામાં આવી હતી. શરૂઆતમાં, તે માત્ર સોફ્ટ-ટોપ તરીકે જ ઉપલબ્ધ હતું, પરંતુ આફ્ટરમાર્કેટ હાર્ડટોપ્સ લોકપ્રિય થયા પછી તેને હાર્ડટોપ સાથે ઓફર કરવામાં આવી હતી. કંપનીએ સત્તાવાર રીતે વર્ષ 2018માં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp