અનાજ દળવાની ઘંટીમાં કરંટ લાગતા એક જ પરિવારના 4ના મોત,2 બાળકો હતા,નાના બચાવવા ગયા

PC: aajtak.in

રાજસ્થાનથી એક ચોંકાવનારો અને આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે.મહિલાઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. મહિલા તેના ઘરમાં અનાજ દળવાની ઘંટીમાં લોટ દળી રહી હતી ત્યારે અચાનક વીજ કરંટ લગાવાને કારણે મોતને ભેટી હતી. બે બાળકો અને નાના બચાવવા દોડ્યા તો તેમના પણ વીજ કરંટને કારણે મોત થયા હતા.

રાજસ્થાનના બાડમેરમાં એક અનાજ દળવાની ઘંટીમાં વીજ કરંટ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 બાળકો સહિત એક જ પરિવારના 4 લોકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, આ ઘટના બાડમેરના શિવ પોલીસ સ્ટેશન વિસ્તારના અરંગ ગામની છે. આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. અહીં રહેતા અર્જુન સિંહ ઘરે નહોતા. શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેની પત્ની અનાજ દળવાની ઘંટીમાં લોટ દળતી હતી. આ દરમિયાન તેણીને વીજ કરંટ લાગ્યો હતો. માતાને ચીસો પાડતી જોઈને બંને બાળકો માતાને બચાવવા દોડ્યા તો તેઓ પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.

આ પછી, ચીસો સાંભળીને, અર્જુન સિંહના સસરા અને બાળકોના નાના હઠે સિંહ પુત્રી અને તેના બાળકોને બચાવવા આવ્યા અને તેઓ પણ વીજ કરંટનો ભોગ બની ગયા. આ અકસ્માતમાં પિતા-પુત્રી અને બે બાળકોના મોત થયા હતા. પળવારમાં 4 જિંદગી વીજ કરંટમાં હોમાઇ ગઇ.

ઘટનાની જાણકારી મળતા જ રામસર DSP, શિવ પોલીસ સ્ટેશન ઓફિસર, તહસીલદાર અને SDM ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ચારેય મૃતદેહોને પોતાની કસ્ટડીમાં લઈ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.

આ ઘટના અંગે અધિક જિલ્લા કલેક્ટર અંજુમ તાહિર સમાએ જણાવ્યું હતું કે અનાજ દળવાની ઘંટીમાં લોટ દળતી વખતે વીજ કરંટ લાગવાથી બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. પરિવારજનોના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

મૃતક છેલુ કંવરના પતિ અર્જુન સિંહ તેમના સાળાની સારવાર કરાવવા માટે દિલ્હી AIIMSમાં ગયા હતા. પિતા, પત્ની અને પુત્રોની દેખરેખ માટે સસરાને ઘરે બોલાવવામાં આવ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ગામના લોકોએ જણાવ્યું કે અર્જુન સિંહ ગામમાં જ ખેતીકામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp