લખનૌમાં વરસાદે મચાવી તબાહી, વીજળી પડવાથી માયાવતીનો 60 લાખવાળો હાથી તૂટ્યો
લખનૌમાં છેલ્લા 2-3 દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ સાથે સાથે જોરદાર તોફાન અને વીજળી પણ તબાહી મચાવી રહી છે. શહેરની ઘણી જગ્યાઓ પર વીજળી પડવાના સમાચાર સામે આવ્યા છે. તેની સાથે જ વીજળી પડવાથી આંબેડકર પાર્કમાં લાગેલી હાથીની મૂર્તિને પણ નુકસાન થયું છે. આંબેડકર પાર્કમાં માયાવતી સરકારમાં લગાવવામાં આવેલી હાથીની મૂર્તિ પર વીજળી પડી ગઈ.
વીજળી પડવાથી હાથીને ખૂબ નુકસાન થયું છે. હાથી પર વીજળી પડવાથી મૂર્તિ ખંડિત થવાના નિશાન નજરે પડી રહ્યા છે. સાથે જ મૂર્તિ પર એક બ્લૂ લાઇન પડી ગઈ છે. એ સિવાય હાથીની સૂંઢ પાસે મોટું કાણું થઈ ગયું છે. મૂર્તિમાં નીચે પણ ખૂબ નુકસાન થયું છે. લખનૌમાં કાલે રાત્રે અઢી વાગ્યે ખૂબ વાદળ ગરજ્યા અને વીજળી પણ કડકી. રાત્રે લગભગ અઢી વાગ્યે વીજળી ગોમતી નગરના આંબેડકર પાર્કમાં એક હાથીની મૂર્તિ પર પડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે માયાવતીએ વર્ષ 2002માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેતા લખનૌના ગોમતી નગર વિસ્તારમાં આંબેડકર પાર્કમાં બનાવવામાં આવ્યો હતો.
વર્ષ 2007માં બહુમતની સરકાર બન્યા બાદ માયાવતીએ આ પાર્કને વધુ મોટો કર્યો અને અહી એક એલિફન્ટ ગેલેરી પણ બનાવી. ગેલેરીમાં પિન્ક સેન્ડસ્ટોનના 62 હાથી લગાવવામાં આવ્યા હતા. એલિફન્ટ ગેલેરીમાં લાગેલી હાથીની આ 62 મૂર્તિઓ ચર્ચામાં રહી છે. કહેવામાં આવે છે કે એક હાથીની મૂર્તિની કિંમત લગભગ 62 લાખ રૂપિયા છે. આ પાર્કનું નિર્માણ રાજસ્થાનથી મંગાવેલા લાલ બલુઆ પથ્થરરથી કરવામાં આવે છે. અહીં પથ્થરથી બનેલી 62 હાથીઓની મૂર્તિઓ લગાવવામાં આવી છે અને આ પાર્કને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ લાગ્યો હતો.
હવે વીજળી પડ્યા બાદ હાથીને ઢાકી દેવામાં આવ્યો છે. સ્મારક સમિતિના PROએ જણાવ્યું કે, હવે નિર્માણ પાલિકાની ટીમ આવીને જોશે અને પછી વીજળી પડવાથી હાથીની મૂર્તિને થયેલા નુકસાનનું સમારકામ કરાવવામાં આવશે. વીજળી પડવાથી આંબેડકર પાર્ક બહારનો રસ્તો પણ ધસી પડ્યો. મુસાળધાર વરસાદે લખાનૌને અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, તો ક્યાં ખાડા થઈ રહ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 3 દિવસ સુધી સતત વરસાદ થવાની સંભાવના છે અને ઘણી જગ્યાએ વીજળી પણ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp