- National
- હવે પાકિસ્તાની પ્રેમિકા સીમા હૈદર ક્યાં જશે, નક્કી થઇ ગયું
હવે પાકિસ્તાની પ્રેમિકા સીમા હૈદર ક્યાં જશે, નક્કી થઇ ગયું
પાકિસ્તાની મહિલા સીમા હૈદરને લઈને ચાલી રહેલી તપાસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સચિન મીણાના ફોઈના છોકરા પર સીમા હૈદરના આધારકાર્ડમાં હેરાફેરી કરવાનો ખુલાસો થયો છે. આ અગાઉ રવિવારે બુલંદશહરના અહમદગઢ ક્ષેત્રથી ATSએ જનસેવા કેન્દ્ર ચલાવનારા બે ભાઇઓને પૂછપરછ માટે ઉઠાવવાની ચર્ચા પણ ફેલાઈ હતી. જો કે, સ્થાનિક પોલીસે તેની પુષ્ટિ કરી નથી.
સોમવારે અહમદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગા બાસ ગામના રહેવાસી સંતોષે પોતાને સચિન મીણાનો ફુવા બતાવતા કહ્યું હતું કે, રવિવારે નોઇડાથી તપાસ ટીમ સચિન મીણાને પોતાની સાથે લઈ ગઈ હતી અને અહમદગઢમાં જનસેવા કેન્દ્ર ચલાવનારા બે સગા ભાઈઓને પોતાની સાથે લઈ ગઈ. સચિન મીણાની ફોઇ કમલેશે પણ પોલીસ ટીમ આવવા અને બે યુવકોને પોતાની સાથે લઈ જવાની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સીમા હૈદરની ભારતમાં એન્ટ્રી માટે આ જ જનસેવા કેન્દ્ર સંચાલક દ્વારા તેના આધારકાર્ડમાં હેરાફેરી કરવામાં આવી. તપાસ એજન્સીઓએ જનસેવા કેન્દ્ર સંચાલકને કસ્ટડીમાં લેવા સાથે જ જનસેવા કેન્દ્રથી લેપટોપ અને કેટલાક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે.

આરોપ છે કે સચિનના ફોઈના છોકરાએ જનસેવા કેન્દ્ર સંચાલક બંને યુવકો સાથે મુલાકાત કરીને સીમા હૈદરના આધારકાર્ડમાં હેરાફેરી કરી હતી. જો કે સચિનના ફોઇ અને ફુવા તેની જાણકારી ન હોવાનું કહી રહ્યા છે. સીમા હૈદરને બુલંદશહરથી પૈસા ટ્રાન્સફર કરવાની વાત પણ સામે આવી છે. આરોપ છે કે સચિન પોતાના ફોઈના છોકરાના માધ્યમથી અહમદગઢના જનસેવા કેન્દ્રથી સીમા હૈદરના આધારકાર્ડમાં છેડછાડ કરાવવા સાથે થોડું ફંડ પણ જનસેવા કેન્દ્રથી સીમા હૈદરના મોબાઈલ પર ટ્રાન્સફર કરાવ્યું હતું.
જાણકારો મુજબ, ઇન્વેસ્ટિગેશન ટીમે સચિનના ફોઈના છોકરાની પૂછપરછ બાદ જનસેવા કેન્દ્ર પર છાપેમારી કરીને બંને સગા ભાઈઓને કસ્ટડીમાં લીધા છે. જો કે, પોલીસ અત્યારે આ બાબતે કઈ પણ બોલવાનો ઇનકાર કરી રહી છે.જે ક્લૂની ATSની જરૂરિયાત હતી, તે તેને સચિન સાથેની પૂછપરછ બાદ મળી ગયું છે. સીમા હૈદરના આધારકાર્ડમાં હેરાફેરીની પૂરતી જાણકારી મળી ગઈ છે. હવે પોલીસ FIRમાં ફોર્જરી એટલે જે છેતરપિંડીનો કેસ વધારી શકે છે. તેમાં 7 વર્ષની સજા અને તે નોન-બેઇલેબલ છે.

એ સિવાય ઇન્વેસ્ટિગેશન એજન્સીઓના પ્રાથમિક આધાર પર નોઇડા પોલીસે સીમા હૈદરને ડિપોર્ટ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેને જલદી જ ડિટેન્શન સેન્ટર મોકલી શકાય છે. એવો નિયમ છે કે જે પણ વ્યક્તિ વિઝા વિના કે વિઝા સમાપ્ત થવા પર પણ ભારતમાં રહે છે તેની જાણકારી સંબંધિત એમ્બેસીને બતાવીને પહેલા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે. એ જ પ્રકારે સીમાના બધા દસ્તાવેજ જેમાં તેની ID, તેના અને બાળકોના પાસપોર્ટ પાકિસ્તાન એમ્બેસી મોકલી દેવામાં આવ્યા છે.

