સગાઈ ન થવાથી ગુસ્સામાં 2 દિયરોએ ભાભીને કુહાડીથી કાપી, વચ્ચે પડેલા પાડોશીની હત્યા

PC: aajtak.in

જાલોરના મોડરણ ગામમાં પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. બે સગા દિયરે તેમની ભાભીની નિર્દયતાથી હત્યા કરી હતી. આ સાથે આરોપીઓએ આ મામલે દરમિયાનગીરી કરવા આવેલા પાડોશીને પણ મારી નાખ્યો હતો. ગુનો કર્યા બાદ એક આરોપીએ જંતુનાશક દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

કૌટુંબિક તકરાર અને સગાઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં બે દિયરોએ પોતાની સગી ભાભી પર કુહાડી વડે હુમલો કર્યો હતો અને ગળામાં ઘા મારીને તેની હત્યા કરી હતી. આ દરમિયાન આરોપીઓએ તેમના 12 વર્ષના ભત્રીજાની ગર્દન પર પણ કુહાડી વડે હુમલો કર્યો હતો. ઘાયલ માસૂમને ગંભીર હાલતમાં ભીનમાલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રામસિન પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, રતન સિંહની પત્ની ઈન્દ્રા કંવર (ઉંમર 45) તેમની પુત્રી અને પુત્ર સાથે ઘરમાં હતી. તે સમય દરમિયાન, તેના સગા દિયરો ડુંગરસિંહ અને પહરસિંહ તેમના લગ્ન નહિ થવા અને તેમની ભત્રીજી (ઇન્દ્રની પુત્રી)ને આટા-સાટાના રિવાજમાં નહિ આપવા અંગે દલીલ કરવા લાગ્યા. વિવાદ વધી જતાં બંનેએ તેમની સગી ભાભી પર કુહાડી વડે હુમલો કર્યો હતો.

તે દરમિયાન પાડોશી હરિસિંગે આરોપીને તેની માં સમાન ભાભી સાથે ઝઘડો ન કરવાની સલાહ આપી હતી, તો આરોપી તેની પાછળ દોડ્યો હતો અને પાછળથી કુહાડીના ઘા મારીને તેની પણ હત્યા કરી હતી. માતા પરના હુમલામાં બચાવવા આવેલા ભત્રીજાને પણ આરોપીએ ગર્દનના ભાગે ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ એક આરોપીએ પોતે જંતુનાશક પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટના દરમિયાન પરિવારની એક બાળકી 200 મીટર દૂર સ્થિત પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી. સદ્દનસીબે પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અન્યથા બંને આરોપી પરિવારના અન્ય સભ્યો પર પણ હુમલો કરી શકતા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકના પતિ રતન સિંહ હૈદરાબાદમાં બિઝનેસ કરે છે. પોલીસે તેમને જાણ કરીને બોલાવી લીધા છે. હાલ પોલીસમાં કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા અને હોસ્પિટલમાં દાખલ કર્યા.

જાલોરના SP ડૉ. કિરણ કંગ સિદ્ધુ, ભીનમાલ ડેપ્યુટી સીમા ગુપ્તા, રામસિન પોલીસ સ્ટેશનના અધિકારી અરવિંદ કુમાર રાજપુરોહિત ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને રામસિન સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખ્યો હતો. બંને આરોપીઓને સ્થળ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ બાબતે જાલોરના પોલીસ અધિક્ષક ડૉ. કિરણ કંગ સિદ્ધુએ સૂત્રોને જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે, મોડરણ ગામમાં બે સગા ભાઈઓએ પોતાની ભાભી અને પાડોશીની કુહાડી વડે હત્યા કરી છે. માહિતી બાદ હું જાતે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રથમ દૃષ્ટિએ મામલો પરિવાર અને સગાઈના સંબંધને લગતો હતો. મૃતકનો પુત્ર પણ ઘાયલ થયો છે. ઘટના સ્થળ પર પોલીસને મૂકી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp