- National
- હૉસ્પિટલમાં અંધવિશ્વાસનો ખેલ, તાંત્રિકના કહેવાથી આત્મા લેવા પહોંચ્યા પરિવારજનો
હૉસ્પિટલમાં અંધવિશ્વાસનો ખેલ, તાંત્રિકના કહેવાથી આત્મા લેવા પહોંચ્યા પરિવારજનો
રાજસ્થાનના કોટા પેટાવિભાગની સૌથી મોટી MBS હૉસ્પિટલમાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. એક મૃત વ્યક્તિની આત્મા લેવા માટે તેના પરિવારજનો હૉસ્પિટલની ગેટ બહાર મોડે સુધી અંધવિશ્વાસનો ખેલ ખેલતા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક બાલકિશન કન્નોજ ચિતોડગઢનો રહેવાસી હતો. ત્રણ વર્ષ અગાઉ સિમલિયા પોલીસ સ્ટેશનમાં 11 KV લાઇનથી ચોંટી જવાથી તેનું મોત થઈ ગયું હતું. બાલકિશનની આત્માને લેવા માટે તેના પરિવારજનો MBA હૉસ્પિટલના મુખ્ય દરવાજા પર તંત્ર મંત્ર કરતા રહ્યા.
રાહુલ નામના સંબંધીએ જણાવ્યું કે, 3 વર્ષ અગાઉ બાલકિશનને કરંટ લાગી ગયો હતો., જેને MBA હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. તેના થોડા મહિના બાદ તેમના ઘરમાં ઝઘડો થવા લાગ્યો. પરિવારના લોકોને પરેશાની થવા લાગી અને તેઓ બીમાર પડવા લાગ્યા. પરિવારજનોએ ગામના જ એક તાંત્રિકને જ્યારે એ બતાવ્યું તો તેણે કહ્યું કે, બાલકિશનની આત્મા કોટાની હૉસ્પિટલમાં ભટકી રહી છે. તેને ત્યાંથી મુક્તિ અપાવવી પડશે, ત્યારે જઈને ઘરમાં શાંતિ આવશે.

તાંત્રિકનું કહેવું માનીને બાલકિશનના પરિવારજનો તેની સાથે કોટા સ્થિત MBA હૉસ્પિટલ પહોંચ્યા. અહીં મુખ્ય દ્વારા પર તંત્ર-મંત્ર સાથે જાદુ ટોણાં ચાલુ થયા. એક માટલું લઈને પરિવારજનો આગળ આગળ ચાલ્યા. પછી મોડે સુધી અહીં અંધવિશ્વાસનો ખેલ ચાલતો રહ્યો. કલાકો પૂજા પાઠ કરતા આત્માને મનાવવાનો કાર્યક્રમ ચાલતો રહ્યો. ભુવા આવવાની ઘટના, જાદુ ટોણાં જોઈને ત્યાં ભીડ ભેગી થઈ ગઈ. લોકો આશ્ચર્યચકિત થઈને ઘટનાક્રમ જોતા રહ્યા. હેરાનીની વાત રહી કે હૉસ્પિટલ પ્રશાસન તરફથી અંધવિશ્વાસના આ ખેલને રોકવામાં ન આવ્યો.
આ પ્રકારની આ પહેલી ઘટના નથી. હૉસ્પિટલ પરિસર પહેલા પણ આ પ્રકારે લોકો જાદુ-ટોણાં કરતા રહ્યા છે, પરંતુ ક્યારેય હૉસ્પિટલ મેનેજમેન્ટે રોકવાનો પ્રયાસ કર્યો નથી. હૉસ્પિટલ મેનેજમેન્ટ મુજબ, હૉસ્પિટલ ભવનની અંદર કોઈ આવતું નથી. કોટાની હૉસ્પિટલની આ ઘટના સાબિત કરે છે કે, 21મી સદીમાં પણ સમાજમાં અંધવિશ્વાસ કાયમ છે. ભલે વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પરંતુ રાજસ્થાન સહિત દેશના મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં અંધવિશ્વાસ અત્યારે પણ ચાલી રહ્યો છે. જેના પર લોકો આંખ મીચીને વિશ્વાસ કરી લે છે.

