
ઉત્તર પ્રદેશના એટામાં દલિત પરિવારના ઘરે લગ્ન સમારોહાં પત્થરમારાની ઘટના બની છે. દલિત સફાઇ કર્મચારીના ઘરમાં મહિલા સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે વખતે એક દલિત યુવક ટેંટનો સામાન લઇને આવી રહ્યો હતો. , તેનો ઉચ્ચ જાતિના વ્યક્તિ સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ કથિત ઉચ્ચ જાતિના લોકોએ દલિત વસાહત પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસS BJP નેતા સહીત 15 સામે FIR કરી છે.
આ સમગ્ર મામલો એટા જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશન કસ્બા રાજાના મહોલ્લા કહરાન અને કછપુરાનો છે. પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ, 12 જાન્યુઆરીએ સાંજે લગભગ 7:30 વાગ્યે, પીડિત પરિવારનો એક સંબંધી ટેંટનો સામાન લઈને કહારન શેરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. એટલા માટે ચંદન નામના વ્યક્તિએ અપશબ્દો અને જાતિ સૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચંદન કશ્યપ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચામાં સહ કાર્યાલય પ્રભારી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચંદનની આગેવાની હેઠળ ટોળાએ દલિત વસ્તી પર હુમલો કર્યો હતો.
પીડિત રાજેન્દ્રએ કહ્યુ હતું કે એ લોકોએ પત્થર મારો કર્યા પછી પણ જૂથ બનાવીને ઉભા રહ્યા હતા. એ લોકોએ જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને અમારા ઘરમાં ઘુસીને ઇંટો અને પત્થરો ફેંકીને તોડોફોડ કરી હતી. પોલીસે ભાજપ નેતા સહિત 15 સામે FIR કરી છે, પરંતુ અમારા વિસ્તારમાં હજુ પણ ગભરાટનો માહોલ છે એમ રાજેન્દ્રએ કહ્યુ હતું.
પોલીસે ગુનો તો નોંધી દીધો છે, પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.રાજેન્દ્રએ કહ્યુ કે મારી પુત્રીના લગ્ન કાસગંજના અમાંપુર થવાની છે. મને ડર છે કે એ લોકો જાન પર હુમલો ન કરી દે.
ઇટાના એડિશનલ સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ ધનંજય સિંહ કુશવાહાએ જણાવ્યું કે, 12 જાન્યુઆરીની રાત્રે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. શાંતિ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળ પર પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, સ્થળ પર શાંતિ જાળવવામાં આવી છે. સીઓ અલીગંજ વિક્રાંત દ્વિવેદી ઘટનાના આ સમગ્ર ક્રમની તપાસ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર ભદોરિયાએ કહ્યું હતું કે આ ઘટનામાં પોલીસે FIR નોંધી છે. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવશે એ પ્રમાણે સંગઠન કાર્યવાહી કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp