લગ્નના મહિના પછી પણ પતિએ સંબંધો ન બાંધ્યા, તો કન્યા પિયર જતી રહી, વરરાજો ફરાર

PC: navbharattimes.indiatimes.com

લગ્ન પછી એક મહિના સુધી શારીરિક સંબંધ ન બાંધી શકવાથી ચિંતિત કન્યાએ વરરાજા સાથે સંબંધ તોડી નાખ્યો અને તેના પિયરના ઘરે આવીને તેના પરિવારના સભ્યોને તેની સમગ્ર પરિસ્થિતિની વાત કરી હતી. ત્યારપછી પંચાયત બોલાવવામાં આવી, તે દરમિયાન આ તરફ લોકોલાજથી ડરીને વરરાજા કશેક ભાગી ગયો.

UPના પ્રયાગરાજ જિલ્લાના ગંગાપારમાં કંઈક એવું બન્યું કે, લગ્નના એક મહિનામાં જ કન્યા તેના પિયરના ઘરે જતી રહી હતી. જ્યારે કન્યાએ પરિવારના સભ્યોને વરરાજાની હરકતો વિશે જણાવ્યું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી બંને પક્ષો વચ્ચે પંચાયત થઈ અને પછી સંબંધ સમાપ્ત કરાવી નાખવામાં આવ્યો. હકીકતમાં, લગ્નના એક મહિના પછી પણ શારીરિક સંબંધ ન બાંધી શકવાથી ચિંતિત, કન્યાએ વર સાથે સંબંધ તોડી નાખ્યો અને તેના પિયરના ઘરે આવી અને તેના પરિવારના સભ્યોને તેની સમગ્ર પરિસ્થિતિની વાત કરી હતી. જ્યાં લોકલાજને કારણે સૌ મૌન રહ્યા હતા. અગ્રણી લોકોના ઘરે બંને પક્ષો વચ્ચે થઇ રહેલી પંચાયત દરમિયાન વરરાજા ગુપચુપ રીતે સરકી ગયો હતો. ત્યાર પછી બંને પક્ષો નાતની પંચાયતના નિર્ણયને માનીને સંબંધનો અંત લાવ્યા હતા.

મઉઆઇમાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક યુવકના લગ્ન લગભગ 25 દિવસ પહેલા પ્રતાપગઢના રાનીગંજની એક યુવતી સાથે થયા હતા. એવું કહેવાય છે કે લગ્ન આનંદ ઉલ્લાસથી પતિ ગયા હતા. વરરાજા પહેલી રાત્રે બીમાર હોવાનું કહીને સૂઈ ગયો હતો. નવા પરિણીત યુગલે એક અઠવાડિયા સુધી એકબીજા સાથે કોઈ સંબંધ બનાવ્યો ન હતો. કન્યા વિદાય થઈને તેના પિયર ગઈ. એવું જણાવવામાં આવ્યું કે, જ્યારે દુલ્હન ફરી તેના સાસરે ગઈ તો પતિએ ફરીથી તમામ પ્રકારના બહાનાઓ સાથે રમવાનું શરૂ કર્યું. કન્યાએ આખી વાત તેની મોટી બહેનને ફોન પર કહી. 25 દિવસ વીતી ગયા પછી, કન્યાએ પતિના પુરા પરિવારની સામે એવો આરોપ લગાવ્યો કે, તેનો પતિ નપુસંક છે. અને તેણે તેનો જરૂરી સામાન ભેગો કર્યો અને તેના પિયરના ઘરે ચાલી ગઈ. કન્યાના માતા-પિતાને સમગ્ર સત્ય ખબર પડી ગઈ હતી.

બંને પક્ષોએ સમાજના આગેવાનના ઘરે પંચાયત યોજી હતી, ત્યારે તક જોઈ પતિ ભાગી ગયો હતો. ત્યાર પછી પંચાયતે બંનેના સંબંધનો અંત લાવી લેખિત કરાર કરીને બંનેને સંબંધમાંથી મુક્ત કર્યા હતા. જ્યાં ઉક્ત પંચાયત વિસ્તારમાં આવો બનાવ ચર્ચાનો વિષય બનેલો છે, અને વરરાજા ફરાર છે. એવું કહેવાય છે કે, લોકલાજના ડરને કારણે વરરાજા ક્યાંક બીજે સંબંધમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp