તમારા ફાયદાની વાત, ટેક્સેબલ ઇન્કમ હોવા છતા પુરો ટેક્સ માફ થઇ શકે, આ છૂટ મળી છે

આવક મેળવવા માટે લોકો જુદા જુદા કામ કરતા હોય છે. રોજગાર અથવા બિઝનેસ દ્રારા પણ લોકો કમાણી કરતા હોય છે. આ કમાણી પર સરકારને ટેક્સ આપવો પડે છે. જો તમારી આવક ટેક્સેબલ હોય તો તમારે ટેક્સ ચૂકવવાનો હોય છે. પરંતુ ઇન્કમ ટેક્સ ભરતી વખતે તમને અનેક પ્રકારની છુટછાટ પણ મળતી હોય  છે. જો તમારી આવક ટેક્સેબલ છે તો આપને મળતી છુટછાટનો ઉપયોગ કરીને તમે ટેક્સ બચાવી શકો છો.

અત્યારે દેશમાં બે પ્રકારના ટેક્સ સ્લેબ છે. તે ટેક્સ સ્લેબ અનુસાર લોકોની આવક પર ટેક્સ લાગે છે. વિવિધ આવક જૂથો માટે અલગ અલગ ટેક્સ સ્લેબ છે. બીજી તરફ, સામાન્ય રીતે, વાર્ષિક રૂ. 2.5 લાખથી વધુની આવક પર ટેક્સ લાગવાનું શરૂ થાય છે. જો કે, વાર્ષિક રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખની આવક પર પણ છૂટ મળી શકે છે.દેશમાં બે ટેક્સ સ્લેબ છે, જેમાં ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમનો સમાવેશ થાય છે. બંને ટેક્સ પ્રણાલીઓમાં, વિવિધ આવક પર અલગ-અલગ દરે ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે. જોકે, બંને ટેક્સ સ્લેબમાં લોકોને શરૂઆતમાં રિબેટ પણ મળે છે.

જો 60 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક ઓલ્ડ ટેક્સ રિજીમ અનુસાર ટેક્સ ફાઈલ કરે છે અથવા કોઈ પણ ઉંમરનો નાગરિક નવા ટેક્સ રિજીમ અનુસાર ટેક્સ ફાઈલ કરે છે, તો તેણે વાર્ષિક રૂ. 2.5 લાખથી વાર્ષિક રૂ. 5 લાખની આવક પર 5 ટકા ઇન્કમ ટેક્સ ચુકવવાનો હોય છે. જો કે, રૂ. 5 લાખથી ઓછી કે પાંચ લાખની બરાબર ચોખ્ખી કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિને કલમ 87A હેઠળ ટેક્સમાં છૂટ મળે છે, એટલે કે, આવી વ્યક્તિએ નવી કરવેરા વ્યવસ્થામાં અથવા જૂની કરવેરાની વ્યવસ્થામાં  5 લાખની આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

કલમ 87A એ કાનૂની જોગવાઈ છે જે 1961 ના આવકવેરા કાયદા હેઠળ કર મુક્તિની મંજૂરી આપે છે. 2013 ના ફાઇનાન્સ એક્ટ દ્વારા જે કલમ દાખલ કરવામાં આવી હતી, તે એક નક્કી કરેલી મર્યાદાથી ઓછી આવક વાળી વ્યકતિઓને રાહત પ્રદાન કરે છે. કલમ 87A એ જોગવાઈ કરે છે કે કોઈપણ વ્યક્તિ જે ભારતમાં રહે છે અને જેની આવક રૂ. 5,00,000 થી વધુ નથી તે રિબેટનો દાવો કરવા પાત્ર છે. આમ કુલ કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી હોય તેવી વ્યક્તિઓને સંપૂર્ણ કર મુક્તિ ઉપલબ્ધ છે. આ મુક્તિ ફક્ત વ્યક્તિઓને જ લાગુ પડે છે અને કંપનીઓ વગેરેને લાગૂ પડતી નથી. 4ટકાનાઆરોગ્ય અને શૈક્ષણિક ઉપકર ઉમેરતા પહેલા તેની મુક્તિની ગણતરી કરવામાં આવે છે.

ફાયનાન્સ એક્ટ 2003માં કલમ 87A દાખલ કરવામાં આવી હતી જેમાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો હતો. હાલમાં, વ્યક્તિગત કરદાતા, જે આવકવેરાના હેતુ માટે ભારતના નિવાસી છે અને તેમની વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ નથી, તેમને આવકવેરામાં રૂ. 12,500ની છૂટ મળી શકે છે. 5 લાખની વાર્ષિક આવક પર ટેક્સની રકમ પણ 12500 રૂપિયા છે.

આવી સ્થિતિમાં, આ રિબેટની મદદથી, લોકોનો 5 લાખ રૂપિયા સુધીનો સંપૂર્ણ આવકવેરો માફ કરવામાં આવે છે. જો કે, જો આ મર્યાદા ઓળંગાઈ જાય તો કલમ 87A હેઠળ મુક્તિનો દાવો કરવાનો અધિકાર સંપૂર્ણપણે ખતમ થઇ જાય છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.