PM મોદી, શાહ 100 વખત આવશે તો પણ BJP જીતશે નહીંઃ પૂર્વ CM કુમારસ્વામી

PC: deshbandhu.co.in

કર્ણાટકના પૂર્વ CM અને JD(S)ના નેતા HD કુમારસ્વામીએ રાજ્યમાં BJPની જીતને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે, PM મોદી અને શાહ 100 વખત કર્ણાટક આવે તો પણ BJP આવનારી વિધાનસભા ચૂંટણી જીતી શકશે નહીં. એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કુમારસ્વામીએ કહ્યું કે, કર્ણાટકમાં લોકો BJPથી ખૂબ નારાજ છે. તેથી, જો BJP એવું વિચારે છે કે PM મોદી-શાહની મુલાકાત તેમના પક્ષને જીત તરફ દોરી જશે, તો એવું થવાનું નથી. જ્યારે, HD કુમારસ્વામી ત્રિશંકુ પરિણામોથી દૂર રહ્યા અને કહ્યું કે, મૈસૂર સિવાય, અમે બાકીના રાજ્યમાં સારી ચૂંટણી લડી રહ્યા છીએ.

કર્ણાટકના પૂર્વ CM HD કુમારસ્વામીએ અમિત શાહની મંડ્યા મુલાકાત પર જોરદાર પ્રહારો કર્યા હતા. કુમારસ્વામીએ કહ્યું, 'લોકો BJPથી એટલા નિરાશ છે કે અમિત શાહની મંડ્યા યાત્રા કોઈ અસર નહીં કરે. દાવો કરતાં કુમારસ્વામીએ કહ્યું કે, જો તમે ઇચ્છો તો લખી રાખો, JD(S) માંડ્યા જિલ્લાની તમામ સાત વિધાનસભા બેઠકો જીતવા જઈ રહી છે.

કર્ણાટકના પૂર્વ CM અને JD(S)ના નેતા HD કુમારસ્વામીએ કહ્યું, 'કર્ણાટકના BJP નેતાઓ માત્ર PM નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ ભારત જોડો યાત્રાનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ અમે કાર્યક્રમોના આધારે મત માંગીએ છીએ. 2006માં JD(S) 58 બેઠકો જીતી હતી, એમ HD કુમાર સ્વામીએ જણાવ્યું હતું. 2008, 2013 અને 2018માં પાર્ટીએ મોટા નેતાઓની ગેરહાજરીમાં એકલા હાથે ચૂંટણી લડી હતી. તેમણે કહ્યું કે JD(S) રાજ્યના 45 વિધાનસભા મતવિસ્તારોમાંથી 40 બેઠકો જીતશે, જ્યાં પંચરત્ન યાત્રા કાઢવામાં આવી હતી. HD કુમારસ્વામીએ કહ્યું કે, કર્ણાટક સંસાધનથી સમૃદ્ધ રાજ્ય છે. વર્તમાન સરકાર બાહ્ય શક્તિઓની ચુંગાલમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થોડા દિવસો પહેલા HD કુમારસ્વામીએ એમ પણ કહ્યું હતું કે, 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો હતો કે JD(S)ને મત આપવાનો અર્થ BJPને મત આપવો અને અમને 'B ટીમ' કહ્યા. હવે, BJPના અમિત શાહ JD(S)ને કોંગ્રેસની 'બી ટીમ' ગણાવી રહ્યા છે અને કહે છે કે અમને વોટ આપવો એ કોંગ્રેસને વોટ આપવા સમાન છે. તે JD(S) વિશે ડર દર્શાવે છે. HD કુમારસ્વામીએ કહ્યું કે, આ ચૂંટણી પહેલાનું ઓપરેશન લોટસ છે. આ કર્ણાટક છે, અહીં તમારી રાજનીતિ નહીં ચાલે. હું કોઈના દરવાજે નથી ગયો, કોંગ્રેસ અને BJP બંને ગઠબંધન માંગવા મારા દરવાજે આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp