- National
- સદગુરુએ કેમ શહેરોમાં કાશ્મીર નામની ગલી અને ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ આપ્યો?
સદગુરુએ કેમ શહેરોમાં કાશ્મીર નામની ગલી અને ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ આપ્યો?

ઇશા ફાઉન્ડેશનના પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવે સૂચન આપ્યું કે, દેશના દરેક મોટા શહેરમાં કોઇ એક ગલી કે ચોકનું નામ કાશ્મીર પર હોવું જોઇએ. તેમનું કહેવું છે કે, કાશ્મીરી પંડિતો સાથે જે થયું તેની કહાની દરેક દેશવાસીને ખબર હોવી જોઇએ. ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્કલેવમાં કાશ્મીરી પંડિત સમુદાયની સ્થિતિ પર બોલતા તેમણે આ સૂચન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણે તેની કહાની બતાવવાની જરૂરિયાત છે. હું તેના સમાધાન બાબતે વિચારી રહ્યો છું, પરંતુ જે પણ તમે વિચારો છો તેને કોઇક ને કોઇક દ્વારા સમાપ્ત કરી દેવામાં આવે છે કેમ કે તેની પાસે એક અલગ નેરેટિવ છે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે એ નેરેટિવને બદલવું જરૂરી છે. કોન્કલેવનું આયોજન ગ્લોબલ કાશ્મીરી પંડીત ડાયસ્પોરા (GKPD) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલનું ઉદ્દેશ્ય આખી દુનિયામાં રહેતા બધા કાશ્મીરી પંડિતોને એક મંચ પર લાવવાનું છે, જેથી લોકોને કાશ્મીરી પંડિતોના નરસંહાર બાબતે જાણકારી મળી શકે. આ દરમિયાન સદગુરુએ કહ્યું કે, ‘હું આખા દેશને કહી રહ્યો છું કે તેઓ સરકાર પાસે માગ કરી શકે છે કે લોકો સાથે ત્યાં જે અન્યાય થયો, ઓછામાં ઓછું તેના પર ધ્યાન આપવામાં આવે.
My heart reverberates with empathy for every one of you for your immense suffering. Time to re-tell the #Kashmir narrative. The youth of Kashmir must take on this responsibility & rewrite Kashmir’s destiny. My best wishes & blessings are with you. -Sg #GlobalKPConclave #GKPD https://t.co/95wFcFeu0E
— Sadhguru (@SadhguruJV) February 25, 2023
ઓછામાં ઓછા દેશના દરેક મોટા શહેરમાં કોઇ ગલી, ચોક, પર્વત કે શીલાનું નામ કશ્મીરના નામ પર હોય. તેમણે આગળ કહ્યું કે, ભારતમાં રહેનારા દરેક વ્યક્તિને ખબર હોવી જોઇએ કે આપણાં લોકો સાથે શું થયું છે. તેમણે એમ પણ કહ્યું કે, આ અત્યાચારના પીડિતોની એક નાનકડી ક્લિપ લોકોને દેખાડવામાં આવે, જેથી દુનિયા સુધી અસલી કહાની પહોંચે. મને લાગે છે કે, 10-20 મિનિટની એડ ક્લિપ હોવી જોઇએ, જેમાં અલગ અલગ પરિવારોની પીડા દેખાડવામાં આવે. તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
આપણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક એવા લક્ષ્ય પર પહોંચી ગયા છીએ અને જ્યાં આપણે સંદેશ ફેલાવવા માટે થિયેટરની જરૂરિયાત નથી. બધા પાસે ફોન અને કમ્પ્યુટર છે, એવામાં લોકો સુધી આ કહાનીને પહોંચાડવું વધુ સરળ છે. પોતાના સંબોધનને લઇને સદગુરુએ એક ટ્વીટ પણ કરી અને કહ્યું કે, યુવાનોએ તેની જવાબદારી લેવી જોઇએ અને કશ્મીરના ભવિષ્યને ફરીથી લખવું જોઇએ. સદગુરુએ કાશ્મીરી પંડિતોને તેમની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરવા માટે પોતાના સમર્થનની રજૂઆત કરી.
તેમણે કહ્યું કે, જો તમે એમ કરવા માગો છો, તો અમારું સમર્થન છે. માની લો કે, દક્ષિણમાં એક દિવસ કાશ્મીર દિવસ હશે, જેમાં અમે તમને એ બધુ પ્રદાન કરીશું, જેની તમને જરૂરિયાત છે. તમારું સાહિત્ય, કળા, સંગીત, બધુ જ પ્રસ્તુત કરો અને લોકોને તમારા એન તમારી કહાની જાણવા દો, પરંતુ આ કહાનીઓ કાશ્મીરી સંસ્કૃતિની સુંદરતા અને શક્તિ પણ હોય, ન કે માત્ર એ ભયાનક ઘટનાઓ જે ભૂતકાળમાં થઇ છે. એ મહત્ત્વપૂર્ણ છે કે લોકો તમારી સાથે વાઇબ કરે અને તમને સમજી શકે કે તમે કોણ છો, ન કે માત્ર તેમને એ ખબર પડે કે તમારી સાથે કોણે શું કર્યું.