દરેક નેતા પોતાની આવનારી ચૂંટણી વિશે વિચારે છે, અમે કોઈ સાધુ-સંન્યાસી નથીઃ ગડકરી

PC: chinimandi.com

કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઈલેક્ટ્રિક વાહન, એક્સપ્રેસ વેથી લઈને વિભાગના બજેટ સુધી વાતચીત કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સાથે જ ગડકરીએ 2024ના ચૂંટણી હાઈવે પ્લાન અંગે પણ વાત કરી. 2024ની ચૂંટણી પહેલા મફત અનાજ, ટેક્સમાં છૂટ, અલગ-અલગ વહેંચણીના સવાલ પર કહ્યું કે, પ્રત્યેક નેતા ચૂંટણીને ધ્યાનમાં રાખે છે. રાજકારણમાં અમે લોકો આવ્યા છીએ. અમે કોઈ સાધુ-સંન્યાસી નથી. પૂજા અર્ચના કરવા નથી આવ્યા. અમે ચૂંટણી જીતવા આવ્યા છીએ. અમે સારું કામ કરીશુ તો આગળ જીતીશું. જે કામ સારું લાગશે, જનતા તેને પસંદ કરશે. દરેક પાર્ટી એવી છે. એટલા માટે કામ કરે છે કારણ કે, અમે ચૂંટાઈને આવ્યા છીએ. સાઉથના સ્ટેટમાં મફત વીજળી આપે છે. જ્યારે લોસ કેટલો છે, એ બતાવવામાં નથી આવતો.

આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. વિપક્ષનું કહેવું છે કે, ચૂંટણી આવતા જ પ્રોજેક્ટ શરૂ થઈ જાય છે. તેના પર ગડકરીએ કહ્યું કે, કયુ એવુ રાજ્ય છે, જ્યાં રોડ નથી બની રહ્યા. પંજાબથી લઈને દરેક જગ્યાએ રોડ બની રહ્યા છે. દરેક રાજ્યમાં રોડ બની રહ્યા છે. એક પણ રોડનું નામ જણાવો, જ્યાં રોડ નથી બની રહ્યો. દિલ્હી-ચંદીગઢ રૂટ પર ફ્લાઈ ઓવર બની રહ્યા છે.

ચૂંટણીને લઈને આ વર્ષનું શું ટાર્ગેટ અને કમિટમેન્ટ રહેશે તે સવાલ પર નીતિન ગડકરીએ કહ્યું કે, હું ચૂંટણી પ્રમાણે નથી વિચારતો અને જણાવતો પણ નથી. કામ કરતો રહું છું અને કામ કરતા રહેવુ જોઈએ. આ મારું માનવુ છે. પછી કહી દેવા માંગુ છું કે આ મારું કમિટમેન્ટ નથી, ટાર્ગેટ છે. ટાર્ગેટ એ છે કે 2024 પૂર્ણ થતા પહેલા દેશનો રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર USA સ્ટાન્ડર્ડનો હશે. બિહાર-યુપીથી લઈને મેઘાલય-ત્રિપુરા સુધી. ગડકરીએ કહ્યું કે, આજે વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે. દરેક ઘરમાં 3 લોકો અને પાંચ ગાડીઓ થઈ ગઈ છે. ઈલેક્ટ્રિક વ્હીકલ પચાસ લાખ છે. સ્પીડથી વધી રહ્યા છે. ઈલેક્ટ્રિક ટ્રેક્ટર પણ આવી રહ્યા છે. 2 વર્ષમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વ્હીલકની કિંમતો સમાન થઈ જશે.

ખેડૂતોને લઈને કોઈ પ્લાન ના કરવા પર કહ્યું કે, કેન-બેતવાનો એક પ્રોજેક્ટ બુંદેલખંડની ગરીબીને હટાવશે. ખેડૂતોની આવક બેગણી થઈ ગઈ છે. નવી ટેકનિકના કારણે યૂરિયાની બેગ ઓછી ખર્ચાઈ રહી છે. ગડકરીએ જણાવ્યું કે, અમે લોકો ગ્રીન એક્સપ્રેસ વે હાઈવે બનાવી રહ્યા છીએ. દિલ્હી-મુંબઈ રોડ બનાવી રહ્યા છીએ. 12 તારીખે વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચી જઈશું. દિલ્હીથી જયપુરનું અંતર 2 કલાકનું હશે. દિલ્હી-દેહરાદૂન 2 કલાકમાં જઈશું. દિલ્હી- હરિદ્વાર 2 કલાક, દિલ્હી-ચંદીગઢ અઢી કલાકમાં, દિલ્હી-શ્રીનગર 8 કલાકમાં, કટકા 6 કલાકમાં, અમૃતસર 4 કલાકમાં પહોંચી જઈશું. ચેન્નાઈથી બેંગલુરુ 2 કલાકમાં પહોંચી જઈશું. બેંગલુરુથી મૈસૂર એક કલાકનો પ્રવાસ હશે. નાગપુરથી પુણે 5 કલાકમાં પહોંચી જઈશું. ઔરંગાબાદથી હાઈવે બની રહ્યો છે.

પ્લેન-રેલવે કરતા પણ ઓછો સમય લાગવાના સવાલ પર ગડકરીએ કહ્યું કે, જ્યારે મેં મુંબઈ-પુણે હાઈવે બનાવ્યો હતો, ત્યારે ત્યાં જેટ એરવેઝની 8 ફ્લાઈટ ચાલતી હતી. હવે આ રૂટ પર 2000 બાદ એક પણ ફ્લાઈટ નથી ચાલતી. બંધ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધી દિલ્હી-જયપુર, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢની વચ્ચે ચાલનારી લગભગ આ ફ્લાઈટ બંધ થઈ જશે. ફ્લાઈટ બંધ થવાના સવાલ પર કહ્યું કે, એવુ નથી. અમે એરપોર્ટ ડેવલપ કરી રહ્યા છીએ. ચંદીગઢથી મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ ફ્લાઈટ જશે. ચંદીગઢથી દિલ્હીની ફ્લાઈટ એટલી નહીં રહી જશે. ચાર ડેસ્ટિનેશન નવા બનશે. એવિએશનમાં દર વર્ષે 22 ટકાનો ગ્રોથ છે.

જ્યારે હું શિપિંગ વિભાગમાં હતો, ત્યારે સી પ્લેન લાવ્યો હતો. એટલે કે એરસ્ટિપથી ઉડીને પાણી પર ઉતરનારું હવાઈ જહાજ લાવ્યો હતો. આ પોલિસી સરકારે ફાઇનલ કરી છે. લેક, ડેમ વોટરપોર્ટ બનશે. 26 એવા રોડ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં પ્લેન લેન્ડ થશે. એટલે કે જ્યારે ટ્રાફિક ઓછો હશે ત્યારે પહેલા રેલવે ફાટકની જેમ રોડ બંધ હશે અને પ્લેન ઉતરશે, એરપોર્ટ ચાલ્યું જશે. પછી રોડ શરૂ થશે. આ જ રીતે આવાગમન થતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp