એક્સ બોયફ્રેન્ડની હત્યા માટે ગર્લફ્રેન્ડે 5 લાખની સોપારી આપેલી, પેમેન્ટ ચેકથી

PC: news18.com

બિહારના મુઝફ્ફરપુરમાં પૂર્વ પ્રેમિકાએ 5 લાખની સોપારી આપીને તેના  એક્સ બોયફ્રેન્ડની હત્યા કરી નાખી. આ માટે તેણે કોન્ટ્રાક્ટ કિલરને ચેક દ્વારા પૈસા પણ આપ્યા હતા. કોન્ટ્રાક્ટ કિલરે પહેલા પૂર્વ બોયફ્રેન્ડ સ્કૂલના સંચાલકને કારમાં નશાનું ઈન્જેક્શન આપ્યું, પછી તેની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.

બિહારના મુઝફ્ફરપુરમાં એક મહિના પહેલા પૂર્વ બોયફ્રેન્ડની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જાણવા મળ્યું છે કે પ્રેમિકાએ જ પૂર્વ બોયફ્રેન્ડને સોપારી આપીને તેની હત્યા કરાવી હતી. પ્રેમિકાએ હત્યા માટે રૂ.5 લાખની સોપારી પણ આપી હતી. આ સુપારી ત્રણ કોન્ટ્રાક્ટ કિલરોને આપવામાં આવી હતી. તેમાં એક કમ્પાઉન્ડરનો પણ સમાવેશ થાય છે

યુવતીનો એક્સ બોયફ્રેન્ડ એક સ્કુલનો સંચાલક હતો જેનું નામ મનોજ કુમાર હતું. સોપારી મળવાની સાથે જ મનોજ કુમારને હત્યારાઓએ એક કારમાં ફરાવ્યો હતો અને પાછળની સીટ પર તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને સ્ટેટ હાઇવ પર ફેંકી દીધી હતી.

મુઝફ્ફરનગરના સરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 જૂને લાવારિશ હાલતમાં એક ડેડ બોડી પોલીસને મળી હતી. લાશની ઓળખ સરૈયાના મનોજ કુમાર તરીકે થઇ હતી. પોલીસે આ કેસની તપાસ કરીને 3 કોન્ટ્રાક્ટ કિલરની ધપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી  સ્વિફ્ટ કાર અને સોપારી પેટે આપવામાં આવેલા બ્લેન્ક ચેક પણ પોલીસે જપ્ત કર્યા છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે હત્યાની તપાસ માટે SIT ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ બાદ 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ કાવતરાખોર મહિલા ફરાર છે. આ સિવાય આ ઘટનામાં અન્ય બે લોકોની પણ ઓળખ થઈ છે અને તેમની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી સહી કરેલા કરારના કાગળો, 5 PNB બેંકના ચેક મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે યુવતી અન્ય રાજ્યમાં છે. લગ્ન બાદ તેણે સંપર્ક કર્યો અને મનોજને રસ્તામાંથી દૂર કરવા કહ્યું હતું. 5 લાખની ઓફર પણ કરી હતી. આ પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કોન્ટ્રાક્ટ સાઇન કર્યા પછી હત્યા કરવા માટે એક સ્વિફ્ટ કાર ભાડે લેવામાં આવી હતી અને એ પછી મનોજ કુમારને બોલાવવામાં આવ્યો હતો. બધાએ ખાવાનું ખાધા પછી દારૂ પીધો અને મનોજને પણ પિવડાવ્યો હતો. એ પછી કારમાં મનોજ કુમારને નશાનું ઇંજેકશન મારી દેવામાં આવ્યું અને તેની સાથે મારપીટ કર્યા પછી ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મનોજ કુમાર અને  સોપારી આપનાર યુવતી વચ્ચે 2 વર્ષથી પ્રેમ હતો, પરંતુ એ વચ્ચે યુવતીના બીજે લગ્ન થઇ ગયા હતા. યુવતીના લગ્ન પછી પણ મનોજ કુમાર પૂર્વ પ્રેમિકાની પાછળ પડતો હતો અને વાતચીત કરવાનો પ્રયાસ કરતો રહેતો હતો. અનેક વખત ના પાડવા છતા મનોજ પીછો છોડતો નહોતો એટલે આખરે કંટાળીને યુવતીએ મનોજનો કાંટો કાઢી નાંખવા સોપારી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp