સત્યપાલ મલિક બોલ્યા-PMને ભ્રષ્ટાચારથી વધારે નફરત નથી, તેમની આસપાસના લોકો...
બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિક આમ તો પદ પર રહેતા જ કેન્દ્ર સરકાર પર હુમલાવર થઈ ચૂક્યા હતા, પરંતુ હવે રિટાયરમેન્ટ બાદ તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લઈ લીધા છે. તેમણે એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ‘ધ વાયર’ને આપેલા ઇન્ટરવ્યૂમાં એવા એવા દાવા કર્યા છે જેનાથી મોટો રાજનૈતિક હોબાળો ઊભો થઈ શકે છે. સત્યપાલ મલિકનો દાવો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીર બાબતે કશું જ ખબર નથી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરને લઈને ગફલતમાં છે અને તેમને કાશ્મીર બાબતે કોઈ જ્ઞાન નથી. જમ્મુ-કાશ્મીરથી સ્પેશિયલ રાજ્યનો દરજ્જો છીનવીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવું ખોટું છે અને તેને તાત્કાલિક રાજ્યનો દરજ્જો પાછો આપવો જોઈએ. વડાપ્રધાન મસ્ત છે, બાકી ભાડમાં જાય. તેમણે દાવો કર્યો કે, ઓગસ્ટ 2020માં તેમને મેઘાલય એટલે મોકલવામાં આવ્યા હતા કેમ કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારના કેટલાક મામલાને રાજ્ય સરકાર તરફથી નજરઅંદાજ કરવાની વાતો બતાવી હતી.
સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસના લોકો જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અને તેઓ મોટા ભાગે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ લઈને ભ્રષ્ટાચાર કરે છે. હું સેફલી (એકદમ બચતા) કહી રહ્યો છું કે વડાપ્રધાનને ભ્રષ્ટાચારથી વધારે નફરત નથી. સત્યપાલ મલિકે સનસનીખેજ દાવો પણ કર્યો કે, ફેબ્રુઆરી 2019માં પુલવામામાં જે આતંકી હુમલો થયો હતો, તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ખૂબ મોટી ભૂલ હતી. સત્યપાલ મલિક એ હુમલા દરમિયાન જમ્મુ-કશ્મીરના જ રાજ્યપાલ હતા.
આ ઘટનામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનો આરોપ છે કે, પુલવામાં હુમલો ખાસ કરીને CRPF અને ગૃહ મંત્રાલયની અક્ષમતા અને બેદરકારીનું પરિણામ હતું. પુલવામાં હુમલાના સમયે રાજનાથ સિંહ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી હતા. તેમણે દાવો કર્યો કે, CRPFએ પોતાના જવાનો માટે વિમાન માગ્યો હતો, પરંતુ ગૃહ મંત્રાલયે આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ CRPFએ જે જે રસ્તાથી જવાનોને મોકલ્યા, પહેલા ત્યાંની સારી તપાસ ન કરી.
જમ્મુ-કશ્મીરના તાત્કાલીન રાજ્યપાલ મલિકનો દાવો છે કે, પુલવામાં હુમલાના તુરંત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી અને આ ઘટના પર કોઈને વધારે ન બોલવાની સલાહ આપવામાં આવી હતી. તેમને NSA અજીત ડોભાલે પણ પુલવામાં હુમલા પર ચૂપ રહેવા કહ્યું હતું. મલિકનો આરોપ છે કે, તેનું ઉદ્દેશ્ય ચૂંટણીમાં સરકાર અને ભાજપને ફાયદો પહોંચાડવા માટે પુલવામાં હુમલાનો બધો ઠીકરો પાકિસ્તાન પર ફોડવો હતો, મને પછી એ અનુભવ થયો.
પાકિસ્તાનથી 300 કિલો DRX લઈને ગાડી જમ્મુ-કશ્મીરના ગામોમાં 10-12 દિવસ ફરતી રહી અને કોઈને ખબર ન પડી. એ ઇન્ટેલિજેન્સ વિભાગની મોટી નિષ્ફળતા છે. મલિકે મેહબૂબા મુફ્તી પર પણ ખોટું બોલવાનો આરોપ લગાવ્યો. મેહબૂબાએ ભાજપ સાથે ગઠબંધન તૂટવા પર નવેમ્બર 2018માં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ રાજ્યપાલ તરીકે તેમનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. તેમણે એમ શા માટે કર્યું?
આ સવાલ પર મલિકે કહ્યું કે, એક તરફ મેહબૂબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સના સમર્થનનો દાવો કર્યો હતો અને બીજી તરફ નેશનલ કોન્ફરન્સે તેમને (રાજ્યપાલને) વિધાનસભા ભંગ કરવાની માગ કરી નાખી કેમ કે પાર્ટીને ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ડર હતો. મલિકે ભાજપ નેતા રામ માધવ પર પણ ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, માધવે એક વીજ યોજના અને રિલાયન્સ ઈન્શ્યોરન્સ સ્કીમની મંજૂરી માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, હું ખોટું કામ નહીં કરું. રામ માધવે સત્યપાલ માલિકના આ દાવાને ખોટો બતાવતા, માનહાનિનો કેસ નોંધાવવાની વાત કહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp