વીડિયોકોન તરફથી કોચરના ટ્રસ્ટને 11 લાખમાં મળી ગયો 5.3 કરોડનો ફ્લેટઃ CBI

PC: theceo.in

ICICI બેંકની પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરના મામલામાં તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, ચંદા કોચરે બેંકના પૈસાનો ખોટો ઉપયોગ કરી પોતાને ફાયદો પહોંચાડ્યો છે. તેણે 64 કરોડ રૂપિયા ગેરકાયદેસરરીતે મેળવ્યા છે. CBIના જણાવ્યા અનુસાર, આ રકમનો વીડિયોકોનની અલગ-અલગ કંપનીઓ દ્વારા ન્યૂપાવર રિન્યૂએબલ લિમિટેડમાં નિવેશની આડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

જણાવી દઈએ કે, ન્યૂપાવરનું સ્વામિત્વ ચંદા કોચરના પતિ દીપક કોચર પાસે છે. એજન્સીએ કોર્ટને આ જાણકારી આપી છે. CBIએ એપ્રિલ 2023માં 3250 કરોડ રૂપિયાની કથિત લોન છેતરપિંડી ઘોટાળામાં ચંદા કોચર તેના પતિ દીપક કોચર અને વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂત વિરુદ્ધ 11000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વકીલ લિમોસિને CBIના મામલામાં દલીલ કરી કે, ચંદા કોચરે અન્ય આરોપીઓ સાથે ષડયંત્ર રચ્યુ હતું અને અયોગ્ય વીડિયોકોન ગ્રુપની કંપનીઓને લોન આપવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો.

26 ઓગસ્ટ, 2009ના રોજ ચંદા કોચરની અધ્યક્ષતાવાળી ICICI બેંકના નિદેશકોની સમિતિએ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની એક લોન સ્વીકૃત કરી હતી. લોન 7 સપ્ટેમ્બરે એલોટ કરવામાં આવી. લિમોસિને કહ્યું કે, કોચરના ટ્રસ્ટને પણ 2016માં ચર્ચગેટમાં CCI ચેમ્બર્સમાં વીડિયોકોન ગ્રુપમાંથી માત્ર 11 લાખમાં એક ફ્લેટ મળ્યો હતો, જ્યારે તે સમયે તેની કિંમત 5.3 કરોડ હતી. કોચરના દીકરાએ નવેમ્બર 2021માં એ જ ઇમારતમાં એ જ માળ પર 19.11 કરોડમાં એક ફ્લેટ ખરીદ્યો હતો.

વીડિયોકોનને લોન મામલામાં CBIએ ડિસેમ્બર 2022માં મોટું એક્શન લેતા ICICI બેંકની પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી. આરોપ છે કે, જ્યારે ચંદા કોચર ICICI બેંકની કમાન સંભાળી રહી હતી, ત્યારે તેણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી. બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપની ન્યૂ રિન્યૂએબલને વીડિયોકોનમાંથી નિવેશ મળ્યુ હતું. જોકે, બંનેને બાદમાં જામીન મળી ગયા હતા.

જાણકારી અનુસાર, 2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે બાદમાં NPA થઈ ગઈ અને બાદમાં તેને બેંક ફ્રોડ કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં EDએ દીપક કોચરની ધરપકડ કરી હતી. 2012માં, ચંદા કોચરના નેતૃત્વમાં ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3250 કરોડની લોન આપી આપી અને છ મહિના બાદ વેણુગોપાલ ધૂતના સ્વામિત્વવાળી મેસર્સ સુપ્રીમ એનર્જીને મેસર્સ ન્યૂપાવર રિન્યૂએબલ્સને 64 કરોડની લોન આપી, જેમા દીપક કોચરની 50% હિસ્સેદારી છે.

ICICI બેંક અને વીડિયોકોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન, રિઝર્વ બેંક અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણગોપાલ ધૂત અને ICICIની CEO તેમજ MD ચંદા કોચર પર એકબીજાને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમા દાવો છે કે, ધૂતની કંપની વીડિયોકોનને ICICI બેંકે 3250 કરોડની લોન આપી હતી અને તેના બદલે ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરને વૈકલ્પિક ઉર્જા કંપની ન્યૂપાવરમાં પોતાના પૈસા નિવેશ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp