પૂર્વ સૈનિકોને સતત ઓછી મળી રહી છે સરકારી નોકરી, સરકારે જાહેર કર્યા આંકડા

PC: deccanherald.com

કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે લોકસભામાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર સરકારી નોકરીઓમાં પૂર્વ સૈનિકોની વાર્ષિક સંખ્યામાં ગત સાત વર્ષોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, આ સંખ્યા 2015મા 10,982 હતી, જે 2021મા ઘટીને 2,983 થઇ ગઈ છે. લોકસભામાં રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ દ્વારા એક લેખિત ઉત્તરમાં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 2014થી 2021 સુધી પૂર્વ સૈનિકોની ભરતીની વિગતો સામે આવી છે, અગ્નિવીર વિવાદની વચ્ચે આ આંકડાઓ આશ્ચર્યચકિત કરનારા છે.

સરકારે 14 વિપક્ષી લોકસભા સભ્યો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો હતો, આ સાંસદોએ 2014થી 2022 સુધી સરકારી નોકરીઓમાં ભરતી થયેલા પૂર્વ સૈનિકોની કુલ સંખ્યાની વિગતો માગી હતી, સાંસદો વિભિન્ન સરકારી વિભાગોમાં પૂર્વ સૈનિકોની ભરતી માટે આરક્ષણ કોટા અથવા લક્ષ્ય વિશે પણ જાણવા ઈચ્છતા હતા. 30 જૂન 2021 સુધી કેન્દ્રીય સિવિલ સેવા અને પદો(CCS&P)માં ભૂતપૂર્વ સૈનિકોનું પ્રતિનિધિત્વ ગ્રુપ-સીના પદોમાં 1.39 ટકા અને ગ્રુપ-ડીમાં 2.77 ટકા હતું.

2014મા સરકારી નોકરીઓમાં માત્ર 2,322 પૂર્વ સૈનિકોની ભરતી કરવામાં આવી હતી. જો કે, 2015મા આ સંખ્યા વધીને 10,982 થઇ હતી, પણ ત્યાર બાદથી 2020 સુધી ઘટાડો જોવા મળ્યો હતો. સરકારી નોકરીઓમાં ભરતી થતાં સૈનિકોની સંખ્યા 2016મા ઘટીને 9,086 થઇ હતી, વર્ષ 2017મા આ સંખ્યા 5,638, વર્ષ 2018મા 4,175, વર્ષ 2019મા 2,968 અને વર્ષ 2020મા 2,584 થઇ હતી. જો કે, 2021મા થોડો વધારો થઈને 2,983 થઇ હતી.

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF)માં ભૂતપૂર્વ સૈનિકોનું પ્રતિનિધિત્વ સમૂહ Aમાં 2.2 ટકા, સમૂહ Bમાં 0.87 ટકા અને સમૂહ Cમાં 0.47 ટકા હતું. કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (CPSU)માં તેમનું પ્રતિનિધિત્વ સમૂહ Cમાં 1.14 ટકા અને સમૂહ Dમાં 0.37 ટકા હતું, સાર્વજનિક ક્ષેત્રની બેંકો (PNB)માં તેમનું પ્રતિનિધિત્વ ગ્રુપ Cમાં 9.10 ટકા અને સમૂહ Dમાં 21.34 ટકા હતું.

ભૂતપૂર્વ સૈનિકોને કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગો (CCS&P) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોમાં (CAPF)માં ગ્રુપ C પદો પર સરળ ભરતીમાં 10 ટકા અને ગ્રુપ D પદોમાં 20 ટકા આરક્ષણ છે. કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો અને સાર્વજનિક ક્ષેત્રના બેંકોમાં તેમનો ક્વોટા હજુ વધારે છે. કેમ કે, ગ્રુપ-C પદોમાં તમામ સરળ ભરતીનું 14.5 ટકા અને તમામ સરળ ભરતી ગ્રુપ-D પદોમાં 24.5 ટકા ભૂતપૂર્વ સૈનિકો માટે આરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp