અયોધ્યામાં રામ જન્મભૂમિ નજીક ધડાકો, વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિની નજીક ધમાકો થયો છે. આ ધમાકો થાના રામ જન્મભૂમિના શ્રૃંગાર હાટમાં નિર્માણાધીન એક દુકાનમાં થયો છે. આ ધડાકાના કારણે ત્યાં કામ કરી રહેલા એક મજૂર અનિલનો હાથ ઉડી ગયો છે. આ સાથે જ તેના પેટમાં પણ ઘણા છરા વાગ્યા છે. તેને ગંભીર અવસ્થામાં શ્રી રામ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રેફર કરી દેવામાં આવ્યો છે. ધડાકા બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતા મીડિયા રિપોર્ટ અનુસાર, દુકાનના માલિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ધડાકો ફટાકડાથી થયો છે પરંતુ, પોલીસ આ મામલાને સંદિગ્ધ માનીને તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ધડાકા બાદ સમગ્ર વિસ્તારને છાવણીમાં તબ્દીલ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યારસુધીમાં રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર બનીને તૈયાર પણ થઈ ગયુ છે.
નિર્માણાધીન દુકાનમાં થયેલા ધડાકાએ રામનગરીના શ્રૃંગાર હાટ ક્ષેત્રમાં સનસની ફેલાવી દીધી. આ વિસ્તાર પોલીસ સ્ટેશનના રામજન્મભૂમિના યલો ઝોનમાં સ્થિત છે, જેને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ધડાકા બાદ પોલીસના હોશ ઉડી ગયા. બોમ્બ સ્ક્વોર્ડે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દિવાળી પર ખરીદવામાં આવેલા ફટાકડામાંથી કેટલાક બોમ્બ બચી ગયા હતા, જેને ઘરના માલિકે એક થેલામાં રાખ્યા હતા. મજૂરને તે થેલો મળી આવતા તે તેને ચેક કરી રહ્યો હતો એવામાં અચાનક એક બોમ્બમાં ધમાકો થઈ ગયો. એક-એક કરીને ઘણા બોમ્બ ફાટવા માંડ્યા. ધડાકાના કારણે આસપાસના લોકો પણ ડરી ગયા હતા
ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલા જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા અને તેના લોકાર્પણની હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ, આશા રાખવામાં આવી રહી છે કે, આ વર્ષે 31 ડિસેમ્બરથી આવનારા વર્ષના શરૂઆતમાં 15 જાન્યુઆરીની વચ્ચે કોઈ શુભ દિવસે આ કાર્ય કરવામાં આવી શકે છે.
ચંપત રાયે કહ્યું કે, હાલ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના લોકાર્પણની તારીખ માત્ર મીડિયામાં જ ચર્ચામાં છે અને આ અંગે હજુ ન્યાસમાં કોઈ વાત નથી થઈ. તેમણે અયોધ્યામાં થઈ રહેલા રામ જન્મભૂમિ મંદિર નિર્માણની પ્રગતિને ઉત્સાહવર્ધક ગણાવી અને કહ્યું કે, ત્યારબાદ 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીની વચ્ચે કોઈ શુભ દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp