અતીકની હત્યા કરનારા પોલીસની ગાડીમાં આવ્યા હતા, ઘટના જોનારાઓનું નિવેદન, Video

PC: livemint.com

ગેંગસ્ટર અતિક અને તેના ભાઇ અશરફની શનિવારે જાહેરમાં હત્યા કરવામાં આવી, હવે કેટલાંક લોકો સોશિયલ મીડિયા પર નિવેદન કરી રહ્યા છે કે હત્યારા પોલીસની ગાડીમાં આવ્યા હતા અને પોલીસે તેમની પર ફાયરીંગ પણ કર્યું નહોતું. તો એની સામે સોશિયલ મીડિયા પર કેટલાંક લોકો એવા પણ સવાલ પુછી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર આવા નિવેદન આપનારા શું કોર્ટમાં નિવેદન આપવા હાજર  થશે ખરા?

પ્રયાગરાજમાં માફિયા અતિક અહમેદ અને તેના ભાઇ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી જ્યારે અતિક- અશરફ પર ફાયરીંગ થયું ત્યારે અનેક મીડિયાના કેમેરા ત્યા હજાર હતા અને લાઇવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું હતું. માફિયા પર ફાયરીંગ કરનારા 3 હત્યારાને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ હવે ઘટનાને નજરે જોનારા લોકો જે દાવો કરી રહ્યા છે તેને લીધી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે.

UP Tak ન્યૂઝ સાથેની વાતચીતમાં ઘટનાને નજરે જોનારા એક વ્યકિતનું કહેવું છે કે ઘટના બની ત્યારે અમે ત્યાં હાજર હતા. પહેલા પોલીસની ગાડી આવી અને જગ્યા ખાલી કરાવી અને પોલીસની ગાડીમાંથી 4 લોકો ઉતર્યા હતા જેમના ગળામાં આઇ કાર્ડ લટકેલા હતા. એ એ લોકો ગેટની અંદર ચાલ્યા હતા. થોડી જ વારમાં ફાયરીંગ થયું હતુ અને અતિક અને અશરફ ઢળી પડ્યા હતા તે વખતે પોલીસ ત્યાંથી ભાગી છુટી હતી.

સોશિયલ મીડિયા પર પણ ઘટનાને નજરે જોનારા લોકોના નિવેદનના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે હત્યારો પોલીસની ગાડીમાંથી ઉતર્યા હતા, તેઓ સાદા વેશમાં હતા અને ગળામાં પ્રેસનું કાર્ડ લટકેલું હતું. જ્યારે ફાયરીંગ થયું ત્યારે પોલીસ ભાગી ગઇ અને પછી આરામથી હત્યારાને પકડી લીધા હતા. નવાઇની વાત એ છે કે પોલીસે હત્યારાઓ પર એક પણ ગોળી ન ચલાવી. એક યૂઝરે લખ્યુ કે બધુ સમજી વિચારીને હુમલો કરવામાં આવ્યો હતો. એક યૂઝરે લખ્યુ કે જે લોકો સોશિયલ મીડિયા પર નિવેદન આપી રહ્યા છે તે શું કોર્ટમાં જઇને નિવેદન આપશે?

એક યૂઝરે લખ્યુ કે ઉમેશ પાલની હત્યા પણ પોલીસની સામે જ થઇ હતી, જેમાં બે પોલીસના મોત થયા હતા. તો એક યૂઝરે લખ્યુ કે હવે અતિકના હત્યારાઓનું એન્કાઉન્ટર ક્યારે થશે?

એક યૂઝરે લખ્યુ કે અતીક દેશનો મોટો ગેંગસ્ટર અને માફિયા ડોન હતો. એણે ન જાણે કેટલાં લોકોની હત્યા કરી હશે, કઇ કેટલાંયે ભાઇ, બાપ, દીકરાને માર્યા હશે. પોલીસ વાળા ફરિયાદ કરી શક્યા ન હશે એટલે મોકો જોઇને બદલો લઇ લીધો હશે, એમાં આશ્ચર્યની કોઇ વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp