
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશથી થઇને હરિયાણામાં પ્રવેશ કરી ચૂકી છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે બાગપતના રસ્તે મેરઠ તરફ જવા લાગી તો રાહુલ ગાંધી જેવો દેખાતો વ્યક્તિ ચર્ચામાં આવી ગયો. ફૈસલ ચૌધરી નામનો આ વ્યક્તિ દેખાવમાં એકદમ રાહુલ ગાંધી જેવો લાગી રહ્યો છે. ફૈઝલે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી તેને લોકો રાહુલ ગાંધીનો કાર્બનકોપી કહી રહ્યા છે. ફૈસલ ચૌધરીએ કહ્યું કે, ઘણા લોકો કહે છે કે, તું રાહુલ ગાંધી જેવો દેખાય છે. ઘણા લોકો મારી સાથે ફોટો પડાવે છે, વીડિયો બનાવે છે.
રાહુલ ગાંધી જેવા લાગો છો, સાંભળીને કેવું લાગે છે? આ સવાલ પર ફૈસલ ચૌધરી કહે છે કે, સારું લાગે છે. હું તેમનો કોપી છું. સૌથી મોટી વાત છે કે અમે તેમની પાર્ટીના કાર્યકર્તા છીએ. ફૈસલ ચૌધરીએ જણાવ્યું કે, તે 4 જાન્યુઆરી અને પછી 5 જાન્યુઆરી 2023ના રોજ ભારત જોડો યાત્રામાં સામેલ થયા અને પગપાળા ચાલ્યા. ભારત જોડો યાત્રાથી સારો મેસેજ જશે. તે નફરત વિરુદ્ધ છે. તેમાં બેરોજગારી, ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે, જે સારી વાત છે.
#WATCH | Uttar Pradesh: Faisal Chaudhary, a Congress worker in Meerut, who's a look-alike of Congress MP Rahul Gandhi, joined 'Bharat Jodo Yatra' yesterday in Baghpat. pic.twitter.com/wy6oEQhdaj
— ANI (@ANI) January 5, 2023
કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઇ હતી. આ યાત્રા 12 રાજ્યોમાંથી થઇને પસાર થઇને જમ્મુ-કાશ્મીર સુધી જવાની છે. રાહુલ ગાંધી અત્યાર સુધી 3 હજાર કિલોમીટર કરતા વધુ પગપાળા ચાલી ચૂક્યા છે. હવે માત્ર 342 કિલોમીટરની યાત્રા બચી છે. હરિયાણા બાદ આ યાત્રા પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા 5 જાન્યુઆરીના રોજ બાગપતમાં હતી. અહીં તેમણે જનસભામાં કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, તેમની અડધી બાયની ટી-શર્ટ પહેરવાની વાત કરવામાં આવે છે, પરંતુ ખેડૂત શિયાળામાં કામ કરે છે તેની ચર્ચા થતી નથી. ભાજપની પોલિસી હિંદુસ્તાનના યુવાનોને, ખેડૂતોને, મજૂરોને ડરાવવાની પોલિસી છે. નોટબંદી, ખોટી GST, કોરોનાના સમયે જે તેમણે કર્યું તે તમામ પોલિસીઓ ખેડૂતોને, મજૂરોને ડરાવવા માટે છે કેમ કે તેઓ જાણે છે કે જ્યારે તેઓ ડર ફેલાવે છે, એ ડરને નફરતમાં બદલવાનું ખૂબ સરળ હોય છે, આ તેમનું કામ છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, એક વાત સમજી લો. આ તમે બોલેલો ડાયલોગ કે તે મારો ડાયલોગ નથી. તે શિવજીનો ડાયલોગ છે. આ ડાયલોગ- ડરો નહીં, આપણો ધર્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp