80 સેક્સ ક્લિપ વાયરલ થવા પર 400 મહિલાઓએ કરી ફરિયાદ, ડૉક્ટરે જ આવું કરેલું

PC: postsen.com

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જિલ્લાના મુરગુડમાં એક ઝોલાછાપ ડૉક્ટરની કરતૂતે સમગ્ર વિસ્તારમાં સનસની મચાવી દીધી છે. ઝોલાછાપે સારવાર કરાવવા આવેલી મહિલાઓનું યૌન શોષણ કરી વીડિયો બનાવ્યા. તેમાંથી આશરે 70થી 80 વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેના કારણે જિલ્લામાં સનસની મચી ગઈ છે અને આશરે 400 મહિલાઓએ પત્ર લખીને ઝોલાછાપ ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ બધી ક્લિપ ડૉક્ટરે પોતે બનાવી છે અને આ બધી ત્યારે વાયરલ થઈ ગઈ જ્યારે બદમાશ ડૉક્ટરે પોતાનું લેપટોપ રિપેર કરાવવા આપ્યું. આરોપીએ લેપટોપમાં ઘણી ક્લિપ જમા કરી રાખી હતી. આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમા મોટાભાગની સ્થાનિક મહિલાઓ હોવાના કારણે લોકોમાં આક્રોશ છે. સાથે જ માંગ કરવામાં આવી રહી છે કે, પોલીસ આ મામલામાં તરત કાર્યવાહી કરે.

કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાના મુરગુડમાં એક નકલી ઝોલાછાપ છેલ્લાં કેટલાક દિવસોથી સોશયલ મીડિયા પર પોતાના વ્યવસાયની જાહેરાત કરી રહ્યો હતો. આ જાહેરાતને જોઈને આસપાસના વિસ્તારના ઘણા લોકો સારવાર કરાવવા આવી રહ્યા હતા. આ વાતનો ફાયદો ઉઠાવીને તે સારવાર કરાવવા આવેલી મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરવા માંડ્યો. તેણે પોતાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. તેમા સ્થાનિક મહિલાઓની સાથે યુવતીઓ પણ સામેલ છે.

ઝોલાછાપે પોતાના લેપટોપમાં અલગ-અલગ ક્લિપ રાખી હતી. દરમિયાન જ્યારે લેપટોપ ખરાબ થઈ ગયુ અને તે રિપેર કરાવવા માટે ગયો તો આ ક્લિપ નીકળીને વાયરલ થઈ ગઈ. છેલ્લાં કેટલાક દિવસોથી તે મુરગુડ વિસ્તારમાં ઘણા લોકોના મોબાઇલ ફોન અને પેન ડ્રાઇવ પર ફરી રહી હતી. પરંતુ, ડરના માર્યા કોઈએ ફરિયાદ ના કરી. પરંતુ, શનિવારે 400 કરતા વધુ ગુમનામ ચિઠ્ઠીઓ સામે આવી. આ ચર્ચા ત્યારે સાર્વજનિક થઈ જ્યારે પીડિત મહિલાઓએ એક જ સમયે શહેરના ઘણા લોકોને પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો. અજ્ઞાત વ્યક્તિઓ તરફથી શહેરના પ્રમુખ રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓને આ વીડિયોવાળી પેનડ્રાઇવ પોસ્ટ દ્વારા મોકલવામાં આવી છે. સાથે જ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મુરગુડનું નામ હવે એક અલગ કારણના લીધે ચર્ચામાં છે. અહીંના નકલી ડૉક્ટરે પોતાના વ્યવસાય સ્થળ પર અશ્લીલ હરકત કરી મુરગુડનું નામ બદનામ કર્યું છે. દર્દીની નજરમાં ડૉક્ટર ભગવાન હોય છે પરંતુ, આ ઝોલાછાપ ડૉક્ટરે પોતાના મેડિકલ વ્યવસાયની આડમાં આ ખોટું કામ કર્યું છે અને મેડિકલ ક્ષેત્રના લોકોને કલંકિત કર્યા છે જે આ વ્યવસાયમાં ઇમાનદારી સાથે કામ કરી રહ્યા છે. દેશ તમામ મહિલાઓને સન્માન આપીને અને તેમના દિલોમાં સુરક્ષાની ભાવના પેદા કરીને મહિલા દિવસ મનાવી રહ્યો છે. પરંતુ, આ ઘટનાથી એ સંદેશ જઈ રહ્યો છે કે આપણા મુરગુડમાં મહિલાઓ સુરક્ષિત નથી.

આવો આપણે બધા મળીને આવી અશ્લીલ હરકતો કરનારાને હંમેશ માટે પાઠ ભણાવીએ. જેથી એ સુનિશ્ચિત કરવું આપણા પર છે કે માનવતાને શર્મશાર કરનારી આવી ઘટનાઓ આપણા મુરગુડમાં ના બને. આવો આ નકલી ડૉક્ટરનું સમર્થન કનારાઓ પર પણ સ્થાયીરૂપથી પ્રતિબંધ લગાવીને એ સંદેશ આપીએ કે મુરગુડ શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે. દરમિયાન, પત્રના અંતમાં મુરગુડની ઘણી મહિલા બહેનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp