અજય ચૌટાલાએ મંદિરના પાયા માટે દાનમાં આપેલી ચાંદીની ઇંટ નીકળી નકલી

PC: tribuneindia.com

રાજસ્થાનના નાગોર જિલ્લાના ખરનાલમાં વીર તેજાજીની જન્મસ્થળી પર ચાલી રહેલા મંદિર નિર્માણ વચ્ચે અચાનક કેટલાક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આસ્થામાં ખીલવાડના આ મામલાએ બધાને હેરાન કરી દીધા છે. આ મંદિરમાં દાન કરવામાં આવેલી ચાંદીની ઈંટો નકલી હોવાનું જાણવા મળ્યું છે. હરિયાણાના JJP પાર્ટીના અધ્યક્ષ અજય ચૌટાલા વીર તેજા મંદિર બનાવવા માટે આગળ આવ્યા હતા. તેમણે પાયામાં જે ચાંદીની ઈંટો રાખી હતી, તે નકલી હોવાનું સામે આવ્યું છે.

મંદિરનું નિર્માણ કરાવી રહેલી અખિલ ભારતીય વીર તેજા જન્મસ્થળી સંસ્થાના પદ અધિકારી આ મામલો સામે આવ્યા બાદ હેરાન રહી ગયા છે. ઇંટ નકલી હોવાની વાત જ્યારે આખા ગામમાં ફેલાઇ તો જાત જાતની વાતો બનવાની શરૂ થઇ ગઇ. જેના કારણે સંસ્થાના પદાધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી સ્થિતિને સ્પષ્ટ કરી છે. સાથે જ ચૌટાલા પરિવારની સ્થિતિથી પણ અવગત કરાવવામાં આવ્યા છે. સંસ્થાના અધ્યક્ષ સુખરામ કુડિયાએ જણાવ્યું કે, ચૌટાલા પરિવારને નકલી ઇંટ હોવાની જાણકારી આપી દેવામાં આવી છે.

તેના પર તેમણે આજે સાંજ સુધીમાં નાગોર પહોંચવાનું આશ્વાસન આપ્યું છે. સાથે જ સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યું કે, જો તે ઇંટ નકલી નીકળી છે તો તેની જગ્યાએ અસલી ચાંદીની ઇંટ રખાવવામાં આવશે. તેજાજીની જન્મસ્થળી ખરનાલમાં મંદિર નિર્માણ માટે હરિયાણાની JJP પાર્ટીએ બેડો ઉઠાવ્યો હતો અને તેણે કામ પણ શરૂ કરાવી દીધું હતું. મંદિર માટે ચૌટાલાએ પાયામાં 17 કિલોની ચાંદીની ઇંટ રખાવી અને નિર્માણ કાર્ય જોરશોરથી શરૂ કરાવી દીધું હતું.

તો ચૌટાલા પરિવારે કરોડો રૂપિયા મંદિર નિર્માણમાં આપવાની પણ જાહેરાત કરી છે. સાથે જ અત્યાર સુધી લગભગ ઘણી બધી રકમ મંદિર નિર્માણ માટે દાન આપવામાં આવી છે. આ સમયે ખરનાલમાં મંદિર નિર્માણ માટે ખોદકામ કાર્ય ચાલી રહ્યું છે. 16 ફેબ્રુઆરીના રોજ જ્યારે JCBથી ખોદકામ દરમિયાન ત્યાં રાખેલી ઇંટનો ખુણો તૂટી ગયો હતો. ત્યારબાદ ખબર પડી કે ઇંટમાં માત્ર ઉપરનો થર ચાંદીનો છે. બાકી કાંચ ભરેલી છે. જ્યારે આ ઇંટને કમિટી મેમ્બરોએ જોઇ તો બધાના હોશ ઊડી ગયા.

હરિયાણાના ચૌટાલા પરિવાર એક મોટો રાજનૈતિક પરિવાર છે. પરિવારે તેજાજીનું મંદિર બનાવવા માટે કરોડો રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તેઓ લગભગ 6 કરોડની રકમ તે આપી પણ ચૂક્યા છે. તેનાથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એવામાં કમિટીનું કહેવું છે કે જે વ્યક્તિ મંદિર માટે કરોડો રૂપિયા ખર્ચ કરી શકે છે તે થોડા લાખ રૂપિયા માટે નકલી ઇંટ શા માટે આપશે? કમિટીને શંકા છે કે ચૌટાલા પરિવારે જે વ્યક્તિને ઇંટ બનાવવાની જવાબદારી સોંપાઇ હતી કે જેણે બનાવી છે તેણે તો ગરબડ નથી કરી દીધી ને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp