બોલો ટાટાના નામે મીઠું પણ નકલી બનાવી રહ્યા છે ચીટરો

ઉત્તર પ્રદેશના ઈટાવામાં ટાટા બ્રાન્ડના નામથી નકલી પ્રોડક્ટ બનાવનારી ગેંગ પકડાઇ છે. આ લોકો ટાટા બ્રાન્ડનું નકલી મીઠું, ચા વગેરે બનાવી રહ્યા હતા. પોલીસે અન્ય બ્રાન્ડ્સના પણ નકલી સામાન પ્રાપ્ત કર્યા છે. ઘટના સ્થળેથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેડમાં જિલ્લા તંત્રની ટીમ, પોલીસની ટીમ અને ખાદ્ય વિભાગની ટીમની સાથે સાથે ટાટા કંપની બ્રાન્ડના મેનેજર અને સ્ટાફે અગત્યની ભૂમિકા ભજવી.
ટાટા કંપનીના રીજનલ મેનેજર સુરેશ કૌશિકે જણાવ્યું કે, સૂચના મળી હતી કે ઈટાવામાં ટાટા કંપનીની નકલી ચા અને મીઠું બનાવી વેચવામાં આવી રહ્યું છે. ત્યાર પછી જિલ્લા તંત્રની મદદથી કાર્યવાહી કરવામાં આવી. રેડ દરમિયાન 15 મીઠાની બોરીઓ પ્રાપ્ત થઇ છે. આ માલ બસોના માધ્યમથી બહાર પહોંચાડવામાં આવી રહ્યો હતો.
ટાટા મીઠું અને ચાની સાથે સાથે મોટી માત્રામાં એવી બીડી અને સિગરેટ પણ મળી આવી છે, જે ભારતમાં બેન છે. પેકિંગ કરનારા નકલી રેપર્સ પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થયા છે. જે માલ વેચવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ રીતે નકલી છે. સાથે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે. આ નકલી માલને બજારમાં સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યો હતો. કોપીરાઇટની કાર્યવાહી તો કરવામાં આવશે. સાથે જ ખાદ્ય વિભાગની ટીમે સેમ્પલ પણ લીધા છે અને તેના અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે એસપી સિટી કપિલ દેવ સિંહે જણાવ્યું કે, આ પ્રકરણમાં ટાટા કંપનીના અધિકારી સાથે આવ્યા હતા. તેમના દ્વારા કંપનીના નામથી નકલી માલ વેચવાની ફરિયાદ કરવામાં આવી હતી. સૂચના પર એક ટીમ બનાવવામાં આવી હતી અને જ્યારે રેડ મારવામાં આવી તો મોટી માત્રામાં ટાટા બ્રાન્ડનું નકલી મીઠું અને ચા મળી આવ્યા. તેની સાથે જ પ્રતિબંધ કરવામાં આવેલ બીડી, સિગરેટ અને તમામ પ્રોડક્ટ્સના રેપર્સ પણ મળી આવ્યા છે.
આ પ્રકરણમાં કોપીરાઇટ એક્ટ 63 અને 65 હેઠળ અભિયોગ પંજીકૃત કરી લેવામાં આવ્યો છે. ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આની પાછળ મોટું રેકેટ હોઇ શકે છે. હાલમાં તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp