કુતરાને કારમાં પુરીને તાજમહેલ જોવા ગયું ફેમેલી, ગરમીના કારણે કુતરાનું મોત

PC: etvbharat.com

ઉત્તર પ્રદેશના આગરામાં માલિકની બેદરકારીના કારણે પાલતુ કુતરાએ જીવ ગુમાવવો પડ્યો. પર્યટકની કારમાં બંધ એક વિદેશી બ્રીડના કુતરાનું કરૂણ મોત થઇ ગયું. ઘટના તાજમહેલના પશ્ચિમ ગેટ પાર્કિંગની છે. હરિયાણાનું એક પરિવાર પોતાની કાર દ્વારા તાજમહેલ જોવા આવ્યું હતું. કારમાં પરિવાર સાથે તેમનો પાલતુ કુતરો પણ હતો. પર્યટક પરિવારે કુતરાને કારમાં એકલો મુક્યો અને તાજમહેલ જોવા ચાલ્યા ગયા. કાર પાર્કિંગમાં તડકામાં ઉભી રાખી હતી. તડકાના કારણે અંદર કુતરો બેચેન થઇ ગયો અને તડપવા લાગ્યો. આ દરમિયાન તેના ગળામાં બાંધેલી ચેન હેન્ડ બ્રેકમાં ફસાઇ ગઇ અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. થોડા સમય પછી તેનું મોત થઇ ગયું.

આ દરમિયાન પાર્કિંગમાં હાજલ લોકો કાર પાસે આવી ગયા. તેમણે કારની અંદર જોયું તો પાલતુ કુતરો મૃત હાલતમાં હતો. લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને જાણકારી પોલીસને આપી. સૂચના મળતા જ પોલીસ ટીમ મોકા પર પહોંચી અને થોડા સમય પછી હરિયાણાનું પરિવાર તાજમહેલ જોઇને કાર પાસે આવ્યું. પાલતુ કુતરાના મોતથી આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો.

જ્યારે કુતરો કારમાં તડપતો હતો ત્યારે પાર્કિંગમાં હાજર કર્મચારીઓએ કુતરાનો બહાર કાઢવાની કોશિશ કરી, પણ કાર ઓટોમેટીકલી લોક હોવાના કારણે ખુલી ન શકી, પર્યટકોનો કોઇ કોન્ટેક્ટ નંબર પણ ન હતો. તેથી પાર્કિંગના કર્મચારીઓએ કુતરાના તડપવાનો વીડિયો બનાવી લીધો. ગેટ પાસે પાર્કિંગમાં પર્યટકો કુતરાને ગાડીમાં બંધ કરીને જઇ રહ્યા હતા તો કર્મચારીઓએ તેમને રોક્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુતરાને ગરમીના કારણે કારમાં બંધ ન કરો. તેનું મોત થઇ શકે છે. આ વાત ત્યાં હાજર એક ગાઇડે પણ કરી હતી. પણ તે પરિવારે કોઇની વાત ન માની અને કુતરાને કારમાં બંધ કર્યો અને ચાલ્યા ગયા.

પોતાના પાલતુ કુતરાના મોતથી પરિવારના લોકો દુખી થઇ ગયા. બીજી બાજુ પોલીસે કેસની કાયદાકીય કાર્યવાહી કરતા વિદેશી બ્રીડના કુતરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટો મોકલ્યો. પોલીસની ટીમે પરિવાર સાથે પુછપરછ કરી. મોતનું ખરું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે. હાલ આ કેસ પર્યટકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp