10થી વધુ વાર ફેલ થયા પણ હાર ન માની અને બની ગયા IAS, વાંચો આમની સક્સેસ સ્ટોરી

PC: dnaindia.com

કોઈ પણ પરીક્ષામાં ફેલ થયા બાદ, કોઈ પણ વ્યક્તિ હોય તેની અંદર એક નિરાશા આવી જાય છે, પણ એક વ્યક્તિ જેને 13 વખત ફેલ થયા બાદ પણ હિંમત ન હારી અને દર વખતે એક નવા જુસ્સાની સાથે આગળ વધવા માટે પોતાને તૈયાર કર્યા. અંતે, તે પોતાના UPSCના ટાર્ગેટને અચીવ કરવામાં સફળ રહ્યા અને IAS બની ગયા.

આ જ IAS અધિકારીનું ટ્વીટ હવે વાયરલ થઇ રહ્યું છે, જે તેમને પોતે શેર કર્યું છે અને જણાવ્યું છે કે, તે કેટલી વખત અને કેટલી પરીક્ષાઓમાં ફેલ થયા. તેમના આ ટ્વીટ પર અનેક યૂઝર્સે પોતાના અનુભવ શેર કર્યા છે, અનેક લોકોએ આ ટ્વીટને પ્રેરણાદાયક ગણાવ્યું છે, જે પણ લોકો આ દિવસોમાં પરીક્ષાઓમાં નિષ્ફળ રહ્યા છે અથવા અનેક પ્રયત્નો કર્યા છતાં અત્યાર સુધી સફળ થઇ શક્યા નથી, તે બધા માટે આ ટ્વીટ એક નવી કિરણની જેમ છે.

IAS અવનીશ શરણ 2009ના છત્તીસગઢ કેડરનાં અધિકારી છે, તે હંમેશાં પ્રેરણાદાયક ટ્વીટ કરતા રહે છે. પણ, આ સમયે તેમને પોતાની નિષ્ફળતા સાથે જોડાયેલી કહાની ટ્વીટ કરીને લોકોને જણાવી છે, આ ટ્વીટમાં તેમને જણાવ્યું કે, તે 13 વખત ફેલ થયા બાદ UPSC પરીક્ષા ક્રેક કરી શક્યા હતા.

તેમને પોતાના ટ્વીટમાં અલગ-અલગ પરીક્ષાઓના ટકા વિશે પણ જણાવ્યું છે. અવનીશ શરણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, ધો.10મા 44.7%, ધો.12મા 65% અને ગ્રેજ્યુએશનમાં 60% મેળવ્યા છે. જો કે, અવનીશ શરણે બીજા પ્રયત્નમાં UPSC પરીક્ષા આપી હતી, તો તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 77 હતો.

આના પહેલા પણ અવનીશ શરણ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને પોતાની 10મા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ધો.10મા IAS અવનીશની થર્ડ ડિવીઝન આવ્યું હતું.

નિખિલ શ્રીવાસ્તવ નામના યૂઝરે લખ્યું કે, ‘TEDx ને તમને બોલાવવું જોઈએ, જેથી પર્સેન્ટેજને લઈને જે ભ્રમ બનેલો છે, તે ઓછામાં ઓછો થઇ ખતમ થાય.’

અવનીશ શરણનું આ ટ્વીટ વાયરલ થયા બાદ હવે યૂઝર્સ પણ તેમના જ ફોરમેટમાં પોતાની કહાની શેર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ ટ્વીટથી ખૂબ જ આત્મબળ મળી રહ્યો છે. તેમજ, અનેક વિદ્યાર્થી જે પરીક્ષાઓમાં ફેલ થયા, તે પણ IAS અધિકારી અવનીશ શરણની કહાનીથી પ્રભાવિત જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp